અધ્યાય-૫૨-સર્પોનો હોમ
II सौतिरुवाच II ततः कर्म प्रववृत्ते सर्पसत्रविधानत: I पर्यक्रामंश्च विधिवत स्वे स्वे कर्मणि याजकाः II १ II
સૂતજી બોલ્યા-પછી,સર્પસત્રના વિધાન મુજબ,કર્મની પ્રવૃત્તિ શરુ થઇ,ને યાજક લોકો યથાવિધિ પોતપોતાના કર્મોમાં લાગી ગયા,ધુમાડાથી જેમની આંખો લાલ થઇ છે એવા,તે ઋત્વિજો,કાળા વસ્ત્રોના ઉપરણો ઓઢીને,વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પ્રદીપ્ત અગ્નિમાં આહુતિ ચડાવવા લાગ્યા.પછી,સઘળા સર્પોના નામ દઈને,
અગ્નિના મોંમાં હોમવા માંડ્યા ત્યારે,હીન શબ્દોથી એકબીજાને બોલાવતા,તરફડિયાં મારતા,ફેણ પ્રસારીને,
પૂંછડાં તરફથી,એકબીજાને વીંટી વળતા તે સર્પો,ભડભડતા અગ્નિમાં આવીને પડવા લાગ્યા.