Dec 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-036

 

અધ્યાય-૫૦-જન્મેજય અને મંત્રીઓનો સંવાદ 

II मंत्रिण उचुः II ततः स राज राजेन्द्र स्कन्धे तस्य भुजङ्गमम् I मुनेः क्षुत्क्षाम आसज्य स्वपुरं प्रपयौ पुनः  II १ II

મંત્રીઓ બોલ્યા-હે રાજેન્દ્ર,ભૂખથી વ્યાકુળ થયેલા,તે રાજા,મુનિના ખભા પર સર્પ નાખીને,પોતાના નગરમાં પાછા ફર્યા,

તે ઋષિને,ગાયના ગર્ભમાંથી જન્મેલ,શૃંગી નામનો પુત્ર હતો,તેણે પોતાના મિત્ર પાસેથી સાંભળ્યું કે-

પરીક્ષિત રાજાએ તેના પિતાનું અપમાન કર્યું છે,ત્યારે,શૃંગીએ ક્રોધમાં આવી,હાથમાં પાણી લીધું,અને તમારા

પિતાને શાપ આપ્યો કે-જેણે મારા પિતા પર મરેલો શાપ નાખ્યો છે,તેને આજથી સાતમા દિવસે,

તક્ષકનાગ,કરડશે,અને તેનો જીવ લેશે.(1-16)

Dec 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-035

 

અધ્યાય-૪૮-આસ્તીકની ઉત્પત્તિ 

II सौतिरुवाच II गतमात्रं तु भर्त्तारं जरत्कारुरवेदयत I भ्रातुः सकाशमागत्य यथातथ्यं तपोधन II १ II

સૂતજી બોલ્યા-હે તપોધન,પોતાના પતિના ચાલ્યા ગયા પછી,તેણે ભાઈની પાસે આવીને,સમાચાર કહ્યા.

ત્યારે,ભાઈને અત્યંત ખેદ થયો ને તેણે,બહેનને કહ્યું કે-હે કલ્યાણી,તને લગ્નમાં આપવાનું કારણ તો તું જાણે જ છે,

કે તને જો પુત્ર થશે તો જ અમને તે શાપમાંથી છોડાવશે,જો કે એ પૂછવું યોગ્ય નથી,છતાં,પણ તું કહે કે,

તને પુત્રનો કોઈ યોગ છે? તારા સ્વામી તો હવે પાછા આવશે નહિ,ને જો હું તેમને મનાવવા જાઉં,તો તે કદાચ મને શાપ આપે,માટે તું મને,તારા સ્વામીની સાથે જે કોઈ વાત થઇ હોય તે તું મને કહે (1-8)

Dec 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-034

 

અધ્યાય-૪૬-વાસુકી અને જરાત્કારુનો સમાગમ 


II सौतिरुवाच II एतच्छ्रुत्वा जरत्कारुभृशं शोकपरायणः I उवाच तान् पित्रुन्दुःखाद्वाष्पसंदिग्धया गिरा II १ II

સૂતજી બોલ્યા-પિતૃઓની વાત સાંભળી,જરત્કારુ શોક્ગ્રસ્ત થાય,ને ગદગદિત થઇ કહેવા લાગ્યો કે-

'આપ બધા મારા પિતૃઓ છો,તો મારે આપનું પ્રિય કરવાની ઇચ્છાએ શું કરવું જોઈએ? 

હું જ આપનો અપરાધી પુત્ર જરત્કારુ છું,હું કૃતઘ્ની અને દુષ્ટકર્મી  છું,આપ મને શિક્ષા કરો (1-3)

Dec 3, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-033

 

અધ્યાય-૪૪-જન્મેજયનો રાજ્યાભિષેક 


II सौतिरुवाच II ते तथा मंत्रिणो दष्ट्वा भोगेन परिवेष्टितं I विपण्णवदनाः सर्वे रुरुदुर्भ्रुशदुःखितः II १ II

સૂતજી બોલ્યા-રાજાને,તક્ષકથી ઘેરાયેલો,જોઈને ને તેની ગર્જના સાંભળીને,મંત્રીઓ દુઃખિત થઇ રોવા લાગ્યા 

અને ભયભીંત થઇ ત્યાંથી ભાગવા લાગ્યા,ને ત્યારે રાજા,મૃત થઈને ધરતી પર ઢળી પડ્યો (1-4)

Dec 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-032

 

અધ્યાય-૪૩-પરીક્ષિત રાજાને તક્ષકડંશ 


II तक्षक उवाच II यदि दष्टं मयेह त्वं शक्तः किंचिच्चिकित्सितुम् I ततो वृक्षं मया दष्टमिमं जीवय काश्यप II १ II

તક્ષક બોલ્યો-હે કાશ્યપ,હું જેને કરડું છું,તેને તું નિર્વિષ કરી શકતો હોય,તો હું આ ઝાડને ડસું છું,તો તેને,

તારી જે પણ,મંત્રશક્તિ હોય તેનાથી તેને સજીવન કર. કશ્યપે કહ્યું કે-'ભલે તેમ' (1-3)

સૂતજી બોલ્યા-પછી,તક્ષક નાગ,ઝાડને ડસ્યો,ને તે ઝાડ તરત જ ભડભડીને સળગી ગયું,

ત્યારે તક્ષકે કાશ્યપને કહ્યું કે-હવે તમે આ ઝાડને,ફરીથી સજીવન કરો.(4-6)