અધ્યાય-૪૧-શૃંગીએ,પરીક્ષિત રાજાને આપેલ શાપ
II सौतिरुवाच II एवमुक्तः स तेजस्वी शृङ्गी कोपसमन्वितः I मृतधारं गुरुं श्रुत्वा पर्यतप्यत मन्युना II १ II
સૂતજી બોલ્યા-(પોતાના મિત્ર) કૃશ દ્વારા મળેલ માહિતી મુજબ,પોતાના પિતાના ખભા પર,મૃત સર્પ મુકવાની,વાત સાંભળીને,શૃંગી અત્યંત રોષે ભરાઈને ક્રોધવાળો થયો,તેણે કૃશને,આ પ્રસંગ વિષે વધુ માહિતી માગી,ત્યારે.
કૃશે કહ્યું કે-રાજા પરીક્ષિત,શિકારની પાછળ દોડતા આવ્યા હતા,અને તેમણે મૃત સર્પ તેમના ખભા પર મુક્યો હતો.ત્યારે શૃંગીએ પૂછ્યું કે-મારા પિતાનો શો અપરાધ હતો? રાજાએ હજુ મારી તપસ્યાનું બળ જોયું નથી (1-4)