Nov 17, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-018

 
અધ્યાય-૮-રુરુનું ચરિત્ર-પ્રમદવરાને સર્પદંશ 

II सौतिरुवाच II स चापि च्यवनो ब्रह्मन् भार्गवोऽजनयत्सुतम् I सुकन्यायां महात्मानं प्रमतिं दीप्ततेजसम् II १ II

સૂતજી બોલ્યા-હે બ્રહ્મન,તે ચ્યવને (ભાર્ગવે) સુકન્યામાં,મહાત્મા ને કાંતિવાળો પ્રમતિ-નામે પુત્ર ઉત્પન્ન કર્યો,

પ્રમતિએ,ધૃતાચીમાં રુરુ નામે પુત્ર પેદા કર્યો,રુરુએ પ્રમદવરામાં શુનકને જન્મ આપ્યો.

અત્યંત તેજસ્વી,રુરુનું ચરિત્ર,હવે હું વિસ્તારથી કહીશ તે તમે સાંભળો.

Nov 16, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-017

 

અધ્યાય-૬-ચ્યવન જન્મ-રાક્ષસ પુલોમાનું ભસ્મ થવું-ભૃગુનો અગ્નિને શાપ 


II सौतिरुवाच II अग्नेरथ वचः श्रुत्वा तद् रक्षः प्रजहार ताम् I ब्रह्मन् वराहरूपेण मनोमारुतरंहसा II १  II 

સૂતજી કહે છે કે-અગ્નિનું આવું વાચા સાંભળોને,તે રાક્ષસે,વરાહનું રૂપ ધારણ કરીને,મનને વાયુના સમાન વેગથી

તે ભુગુપત્નીનું અપહરણ કર્યું,તે વખતે માતાના પેટમાં નિવાસ કરતો ગર્ભ,અત્યંત રોષને લીધે,

માતાના પેટથી ચ્યુત (છૂટો) થઈને બહાર આવ્યો,તેથી તેનું નામ 'ચ્યવન' થયું  

સૂર્યના સમાન તેજસ્વી એવા તેને જોતાં જ.તે રાક્ષસ,બળીને ભસ્મ થઇ ગયો.(1-3) 

Nov 15, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-016

 પૌલોમ-પર્વ 

અધ્યાય-૪-કથા પ્રવેશ

-गद्य-

लोह्मर्षणपुत्र उग्रश्रवाः सौतिः पौराणिको नैमिषारण्ये शौनकस्य कुलपतेर्द्वाद्वशवार्षिके सत्रे ऋषीनभ्यागतानुपतस्थे II १ II 

લોમહર્ષણ સૂતના પુત્ર (સૂતજી),પૌરાણિક ઉગ્રશ્રવા,નૈમિષારણ્યમાં,કુલપતિ શૌનકના બાર વર્ષના સત્રમાં પધારેલા ઋષિઓની સેવા કરતા હતા,તેમણે ઋષિઓને પૂછ્યું કે-'આપ શું સાંભળવા ઈચ્છો છો?હું શી વાત કહું?'

Nov 14, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-015

ત્યારે ઇન્દ્રે,તેને ક્લેશને પામતો જોઈને પોતાના વજ્રને કહ્યું કે-'જા આ બ્રાહ્મણને મદદ કર'

વજ્ર લાકડીમાં પ્રવેશ થવાથી,તે દર ફાટી ગયું,ને ઉત્તંકે તે દરમાં (નાગલોકમાં) પ્રવેશ કર્યો,ત્યાં તેણે,

વિવિધ દેવમંદિરો,રાજમહેલો,ઘરોને વસ્ત્રશાળાઓ જોયાં,ને ત્યારે તેણે,નાગોની સ્તુતિ કરી,(127-133)

Nov 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-014

હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને  તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)