Nov 15, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-016

 પૌલોમ-પર્વ 

અધ્યાય-૪-કથા પ્રવેશ

-गद्य-

लोह्मर्षणपुत्र उग्रश्रवाः सौतिः पौराणिको नैमिषारण्ये शौनकस्य कुलपतेर्द्वाद्वशवार्षिके सत्रे ऋषीनभ्यागतानुपतस्थे II १ II 

લોમહર્ષણ સૂતના પુત્ર (સૂતજી),પૌરાણિક ઉગ્રશ્રવા,નૈમિષારણ્યમાં,કુલપતિ શૌનકના બાર વર્ષના સત્રમાં પધારેલા ઋષિઓની સેવા કરતા હતા,તેમણે ઋષિઓને પૂછ્યું કે-'આપ શું સાંભળવા ઈચ્છો છો?હું શી વાત કહું?'

Nov 14, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-015

ત્યારે ઇન્દ્રે,તેને ક્લેશને પામતો જોઈને પોતાના વજ્રને કહ્યું કે-'જા આ બ્રાહ્મણને મદદ કર'

વજ્ર લાકડીમાં પ્રવેશ થવાથી,તે દર ફાટી ગયું,ને ઉત્તંકે તે દરમાં (નાગલોકમાં) પ્રવેશ કર્યો,ત્યાં તેણે,

વિવિધ દેવમંદિરો,રાજમહેલો,ઘરોને વસ્ત્રશાળાઓ જોયાં,ને ત્યારે તેણે,નાગોની સ્તુતિ કરી,(127-133)

Nov 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-014

હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને  તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)

Nov 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-013

પૌષ્ય-પર્વ 

અધ્યાય-૩-જન્મેજયને સરમાનો શાપ-ધૌમ્યના શિષ્યોની કથા-ઉત્તંક તથા પૌષ્યનું ચરિત્ર 

II सौतिरुवाच II जनमेजयः पारिक्षितः सहभ्रात्रुभि: कुरुक्षेत्रे दीर्घसत्रमुपास्ते II 

तस्य भ्रातरस्त्रः श्रुतसेन उग्र्सेनो भीमसेन इति II तेषु तत्सत्रमुपासीनेष्वागच्छ्त्सारमेयः II १ II 

સૂતજી (સૌતિ કે સૂતપુત્ર) બોલ્યા-પરીક્ષિતપુત્ર જન્મેજયે પોતાના ભાઈઓની સાથે,

કુરુક્ષેત્રમાં દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કર્યું.તેમાં શ્રુતસેન,ઉગ્રસેન અને ભીમસેન એ ત્રણ ભાઈઓ બેઠા હતા,

ત્યારે એક કૂતરો ત્યાં આવી પહોંચ્યો,જન્મેજયના ભાઈઓએ તેને મારીને ત્યાંથી હટાવ્યો,

એટલે તે કૂતરો રડતો રડતો તેની માતા (સરમા) પાસે ગયો.માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું,

તો તેણે કહ્યું કે-'જન્મેજયના ભાઈઓએ તેને માર્યો છે' માતાએ કહ્યું કે-'તેં કંઈ અપરાધ કર્યો હશે' 

ત્યારે કૂતરાએ કહ્યું કે-મેં કશો દોષ કર્યો નથી,યજ્ઞના પદાર્થોને મેં જોયા સરખોયે નથી કે તેને ચાટ્યા પણ નથી'

Nov 11, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-012

 (12) શાંતિ પર્વ (નોંધ-આ શાંતિપર્વમાં -329-અધ્યાયો અને -14729-શ્લોકોનું કીર્તન કર્યું છે)

જ્ઞાની વૃદ્ધિ કરનારું,જ્ઞાનીઓને પ્રિય આ શાંતિ પર્વ છે,જેમાં,યુધિષ્ઠિરને,સગાં-સંબંધીઓનો ઘાત કરવાને લીધે,ગ્લાનિ થાય છે,ત્યારે બાણ-શૈયા પાર સુતેલા ભીષ્મ,તેમને રાજધર્મ કહી સંભળાવે છે,વળી આપદધર્મ અને મોક્ષધર્મ વિષે પણ બહુ વિસ્તૃતતાથી 329-અધ્યાયોમાં વર્ણન કરવાં આવ્યું છે.(325-330)