(6) ભીષ્મ પર્વ- (નોંધ-ભીષ્મ-પર્વમાં -117-અધ્યાયો અને -5884-શ્લોકોનું કીર્તન કર્યું છે)
આ પર્વમાં સંજયે જંબુખંડની કથા કહી છે,શ્રીકૃષ્ણ,યુદ્ધની શરૂઆતમાં થયેલો અર્જુનનો મોહ દૂર કરવા
ગીતાનું જ્ઞાન તેને આપે છે.ભીષ્મના આકરા યુદ્ધથી,ને અર્જુનની તેમને નહિ મારવાની ઈચ્છાથી,કંટાળીને,
શ્રીકૃષ્ણે પોતે હથિયાર હાથમાં નહિ લેવાની પ્રતિજ્ઞા તોડીને,ભીષ્મને મારવા જાય છે,તે અહીં વર્ણવ્યું છે.
પછી શિખંડીને યુદ્ધમાં આગળ કરીને,ભીષ્મ પર,અર્જુન બાણોની વર્ષા કરે છે,ને ભીષ્મને રથમાંથી નીચે પાડે છે,
ને ભીષ્મ બાણ-પથારીએ સુએ છે,આ પર્વમાં 117-અધ્યાયો કહ્યા છે.
(નોંધ-શ્રીમદ્દ ભગવદ્ ગીતા,આ ભીષ્મપર્વમાંથી લેવામાં આવેલી છે-અનિલ)