Nov 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-008

 પહેલું,અનુક્રમણિકા-પર્વ,બીજું પર્વ-સંગ્રહ,પછી પૌષ્ય-પર્વ,પૌલોમ પર્વ છે.

ત્યારથી માંડીને,ભવિષ્ય-પર્વ સુધીનાં સો પર્વો,વ્યાસજીએ કહ્યાં  છે.

(નોંધ-અહીં સર્વ સો પર્વોનાં નામ લખેલાં છે,તેનું હવે પછી પુનરાવર્તન થાય છે એટલે તે નામો લખવાનું ટાળ્યું છે)

હવે તે 'ભારત'નો સંક્ષિપ્ત (મુખ્ય અઢાર પર્વોમાં વિભાજીત) પર્વ-સંગ્રહ વિષે કહેવામાં આવે છે.(41-85)

Nov 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-007

 
પર્વસંગ્રહ-પર્વ

અધ્યાય-૨-સમંતપંચકનું વર્ણન,અક્ષૌહિણીની ગણના,પર્વસૂચિ ને મહાભારતની પ્રશંસા

II ऋषयः उचुः II 

समन्तपन्चकमिति यदुक्तं सूतनन्दन II एतत्सर्व यथातत्वं श्रोतुमिच्छामये वयम् II १ II 

ઋષિઓ બોલ્યા-હે સૂતનંદન (સૂતજી) તમે જે સમંતપંચક દેશનું નામ કહ્યું,તે વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.


સૂતજી બોલ્યા-ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં,પરશુરામે ક્રોધથી પ્રેરાઈને,વારંવાર ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો,અને તે ક્ષત્રિયોનો સંહાર કરીને,તેમનાં લોહીનાં પાંચ સરોવરો,સમંતપંચકમાં કર્યાં હતાં.અને તે લોહીથી તેમણે પિતૃઓનું તર્પણ કર્યું હતું,ત્યારે ઋચિક-આદિ નામના પિતૃઓએ ત્યાં આવી પરશુરામને કહ્યું કે-હે રામ,અમે તારી આ પિતૃભક્તિથી અને તારા પરાક્રમથી અતિ પ્રસન્ન થયા છીએ,તું વરદાન માગી લે.(1-7)

Nov 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-006

સૂતજી કહે છે-આમ કહીને,અત્યંત દુઃખી થઈને,ધૃતરાષ્ટ્ર વિલાપ કરવા લાગ્યા,ને મૂર્ચ્છા પામ્યા,

ફરીથી તે જયારે ભાનમાં આવ્યા ત્યારે,તે સંજયને કહેવા લાગ્યા કે-આવી દશા થઇ છે,

એટલે હું,જલ્દી પ્રાણ કાઢી નાખવા ઈચ્છું છું,હવે મને જીવતા રહેવામાં કોઈ ફળ દેખાતું નથી (219-220)

Nov 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-005

 

જયારે,મેં સાંભળ્યું કે,કિરાત-રૂપધારી-દેવાધિદેવ મહાદેવને યુદ્ધમાં પ્રસન્ન કરીને અર્જુને પાશુપત નામનું મહા અસ્ત્ર મેળવ્યું છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને સ્વર્ગમાં રહી,ઇન્દ્રની પાસેથી વિધિપૂર્વક દિવ્ય અસ્ત્રો શીખી લીધાં છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,દેવોથી પણ અજેય એવા,કાલકેયો ને પૌલોમ નામના અસુરોને અર્જુને જીતી લીધા છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,મનુષ્યોના માટે અગમ્ય એવા કુબેરજીની ભેટ પાંડવોને થઇ છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી (162-166)

Nov 3, 2022

Pasaydan-with Gujarati translation-By Sant Gnaneshvar-પસાયદાન-ગુજરાતી અનુવાદ સાથે

 સંત જ્ઞાનેશ્વરજી રચિત 

પસાયદાન 

(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા)  કે પ્રસાદ પણ કરી શકાય)

('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)


સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,

તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,

તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.

કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.