મહાભારત મુખ્ય એવા અઢાર પર્વોમાં વિભાજીત છે,
(1) આદિપર્વ (2) સભાપર્વ (3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ (5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ (7) દ્રોણ પર્વ (8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ (12) શાંતિ પર્વ (13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ (16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ)
આ પછી,પરિશિષ્ટ ભાગમાં હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ (12000-શ્લોકોમાં)કહ્યા છે.
(અધ્યાય-1-51-52-53 માં કહ્યા મુજબ) ઘણા,જુદાજુદા સ્થાન(પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ કરે છે.કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.
સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.
(નોંધ-વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજી(સૌતી)એ તેનું નામ 'મહાભારત' કર્યું હતું.હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજાર થી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે. પ્રથમ અધ્યાયમાં મહાભારતની અનુક્રમણિકાનું વર્ણન છે તો બીજા અધ્યાયમાં પર્વોની અનુક્રમણિકા છે.મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવોના (ચંદ્ર) વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે)
મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)