૪--પ્રાણાયામ--નો અર્થ છે પ્રાણ પર કાબૂ--પ્રાણ અને અપાનને સમ(સરખા) કરવા,પ્રાણાયામ=પ્રાણ+આયામ
"પ્રાણ" નો અર્થ છે-શરીરની અંદરની જીવન-શક્તિઓ અને "આયામ" નો અર્થ છે કાબૂમાં લેવી.
પ્રાણાયામ-ના-રેચક (શ્વાસને છોડવો)-પૂરક (શ્વાસને લેવો) અને કુંભક (શ્વાસ ને થોભાવવો) -એવા વિભાગ છે.
દરેક વખતે ॐ કે ગાયત્રી-મંત્ર -કે ઈશ્વર ના કોઈ પણ પવિત્ર નામનો ઉચ્ચાર કરવો-તે વધુ સારું છે.