Jun 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1191

વસિષ્ઠ કહે છે કે-ધૈર્યવાન એવો મુમુક્ષુ પુરુષ,સાધન-સંપત્તિ,,સત્સંગ તથા સદશાસ્ત્રથી થયેલા તત્વ-સાક્ષાત્કાર
વડે,પ્રબોધ (જ્ઞાન) ને પ્રાપ્ત થઇ જઈ સંસાર-સાગરની પેલે પાર પહોંચી જઈ,એકાંત સ્થળમાં સુખથી સુઈ રહે છે.
આશ્ચર્ય એ છે કે-તે તત્વજ્ઞ પુરુષ,મહેલ,પલંગ-આદિ શય્યાના સાધન વિના અને પ્રાણની ચેષ્ટા વિના,
પોતાના સ્વરૂપથી ભિન્ન એવી 'નિંદ્રા' નામની વસ્તુથી પૃથક (જુદો) રહે છે.
આમ,તે પોતાના સ્વરૂપમાં જાગ્રત રહે છે ને (છતાં) સુખથી સુઈ રહે છે.

Jun 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1190

(૧૬૯) જીવનમુક્તનાં લક્ષણો અને તત્વજ્ઞની નિર્વિકાર દશા

વસિષ્ઠ કહે છે કે-બુદ્ધિ અંતર્મુખ હોવાથી જેને સુખના સાધન-રૂપ-વિષયો સુખ આપતા નથી અને દુઃખનાં સાધનો દુઃખ
આપી શકતાં નથી,તે મુક્ત કહેવાય છે.જેવી રીતે અવિવેકી પુરુષોની બુદ્ધિ ભોગોમાં આસક્ત થઈને તેમાંથી ખસતી નથી,
તેવી રીતે જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી (માત્ર ચૈતન્યમાં જ આસક્ત થઇ) તેમાંથી
વ્યથિત થતી નથી,તે મુક્ત કહેવાય છે.જેનું ચિત્ત (મન) ચિન્માત્ર આત્મામાં જ વિશ્રાંત થવાથી તેમાંથી ચંચળ થતું નથી
અને તેમાં જ પ્રીતિ બાંધી સ્થિર થઈને રહે તે મુક્ત કહેવાય છે.એટલે કે જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઇ જઈ,
પાછું ફરીવાર દૃશ્ય (જગત) માં આસક્ત થતું નથી-તે જીવનમુક્ત કહેવાય છે.

Jun 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1189

વસિષ્ઠ કહે છે કે-જેમ,સૂર્ય પ્રકાશની સ્થાપના કરે છે,તેમ હું હવે અભેદ (આત્મ-તત્વ)ની સ્થાપના કરું છું,
તે તમે સાંભળો.ચિદાકાશની અંદર આ જગત-રૂપ દૃશ્ય રહેલું છે.કદાચિત કોઈ સુથાર સ્તંભમાંથી પૂતળીને
રચી શકે પણ અદ્વિતીય એવા ચિદાકાશ-રૂપી-સ્તંભમાંથી કોણ આ જગત-રૂપી-પ્રતિમાને રચે છે?
સ્તંભ તો જડ છે,તેથી તેને ઘડ્યા વિના તેમાંથી પૂતળી (પ્રતિમા) બનાવી શકાતી નથી,પણ ચિદાકાશની
અંદર ચેતનપણાને લીધે,તેની અંતર્ગત રહેલી આ સૃષ્ટિ,આત્માની અંદર જ,વ્યક્તિને પ્રાપ્ત થઇ રહેલી છે.