અધ્યાય-૩૦૭-સૂર્ય અને કુંતીનો સમાગમ
II वैशंपायन उवाच II सा तु कन्या बहुविधं ब्रुवंति मधुरं वचः I अनुनेतु सहस्त्रांशुं न शशाक मनस्विनी II १ II
વૈશંપાયન બોલ્યા-તે મનસ્વિની કન્યા અનેક પ્રકારનાં મીઠાં મીઠાં વચનો કહેવા લાગી પણ તેમ કરીને પણ તે સૂર્યને સમજાવી શકી નહિ.સૂર્યના શાપના ભયથી તે પોતાનો,પિતાનો અને તે બ્રાહ્મણનો વિચાર કરવા લાગી.
બાળસ્વભાવથી પોતે કરેલી મૂર્ખાઈને લીધે તે ભયભીત થઇ વિચારતી હતી કે-'કેમ કરીને હું પોતે જ પોતાનું દાન કરવારૂપી અયોગ્ય કાર્ય કરું?' લજ્જાથી વ્યાકુળ થયેલી તેણે સૂર્યદેવને કહ્યું કે-