અધ્યાય-૨૭૫-રાવણ-આદિની જન્મકથા ને રાવણને વરદાન
II मार्कण्डेय उवाच II पुलस्तस्य तु यः क्रोधादर्धदेहोभवन्मुनिः I विश्रवा नाम सक्रोधः स वैश्रवणमैक्षत II १ II
માર્કંડેય બોલ્યા-પુલસ્ત્યના ક્રોધથી તેમના અર્ધદેહરૂપે વિશ્રવા નામના જે મુનિ ઉત્પન્ન થયા તે વૈશ્રવણની તરફ ક્રોધથી જોવા લાગ્યા.રાક્ષસેશ્વર વૈશ્રવણ (કુબેર),પિતાને ક્રોધયુક્ત થયેલા જાણીને તેમને પ્રસન્ન કરવા સદૈવ પ્રયત્ન કરવા લાગ્યો.તે લંકામાં નિવાસ કરતો હતો.તેણે તે પિતા (વિશ્રવા)ને ત્રણ રાક્ષસીઓ (પુષ્પોત્કટા,રાકા,માલિની)
પરિચારિકા તરીકે આપી.કે જે પરિચારિકાઓ પરસ્પર સ્પર્ધા કરતી હતી ને પોતાના કલ્યાણની કામના રાખતી હતી.વિશ્ર્વા તેમનાથી સંતુષ્ટ થયા અને તેમને પ્રત્યેકને ઇચ્છામાં આવે તેવા પુત્રોનાં વરદાન આપ્યા.(6)