Feb 28, 2025

મસ્તની બેહોશી-by Anil


ખોળતા હતા ચક્ષુ જેને,તે તો ચક્ષુમાં જ બેઠો હતો,

મૂર્તમાં અમૂર્ત,આકારમાં નિરાકાર ઓળખાઈ ગયો.


જ્યાં શબ્દમાં શૂન્ય,ગુણોમાં નિર્ગુણ દેખાઈ ગયું,

તે તો હતો જ ત્યાં,જ્યાં એને કદી ખોળ્યો નહોતો.


હતી તમન્ના,ઘર બને વિરાનમાં કદી મારું,પણ,

રહું છું જ્યાં,તે ઘર જ વિરાન બની ગયું.


ખુદ સાગર આવી મળ્યો જ્યાં બુંદમાં,બુંદનું 'હું પણું' ગયું,

હોશ નથી શિર ઉઠાવવાનો,બેહોશીમાં જ શિર ઝૂકી ગયું.


નથી સંગ આ બેહોશીનો,દેખાતી દુનિયાની બેહોશી સાથે,

મસ્તની દુનિયા,મસ્તની બેહોશી,હવે હોશમાં આવવું શું?

અનિલ 

ફેબ્રુઆરી-28-2025