Jan 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-718

 

અધ્યાય-૫૩-ધૃતરાષ્ટ્રનો વિલાપ 

II धृतराष्ट्र उवाच II यथैव पांडवा: सर्वे पराक्रांता जिगीषव: I तथैवामिसरास्तेषां त्यत्कात्मानो जयेधृताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-સર્વ પાંડવો જે પ્રમાણે પરાક્રમી ને વિજયની ઈચ્છાવાળા છે,તે પ્રમાણે તેમના અગ્રેસરો પણ પ્રાણ આપવા તૈયાર ને વિજયને

માટે નિશ્ચયવાળા છે.પંચાલ,કેકય,મત્સ્ય,માગધ તથા વત્સદેશી પરાક્રમી રાજાઓના જે નામ તેં કહ્યાં હતાં તે અને ઈચ્છા કરતાં જ

ઇન્દ્રસહિત સર્વલોકોને વશ કરે તેવા જગતના સ્ત્રષ્ટા કૃષ્ણ,પાંડવોના જયનો નિશ્ચય કરીને બેઠા છે.

શિનીનો પુત્ર સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન પણ પરાક્રમથી યુદ્ધ કરશે.હે તાત,મને યુધિષ્ઠિરના ક્રોધથી,અર્જુનના પરાક્રમથી ને ભીમ,નકુળ ને

સહદેવથી ભય થાય છે.પાંડવો રણભૂમિમાં અમાનુષ શસ્ત્રજાળ પાથરશે,તેથી હું વિલાપ કરું છું (7)

યુધિષ્ઠિર,દર્શન કરવા યોગ્ય,વિવેકી,લક્ષ્મીવાન,બ્રહ્મતેજસ્વી,મેધાવી,પરિપક્વ બુદ્ધિવાળા ધર્માત્મા છે,તે મિત્રો ને પ્રધાનોથી સંપન્ન ને યોદ્ધાઓથી યુક્ત છે તથા મહારથી એવા વીર ભ્રાતાઓ તથા સસરાથી સંપન્ન છે.તે જિતેન્દ્રિય,સર્વગુણસંપન્ન,અગ્નિ જેવા તેજસ્વી અને રોકી નશકાય તેવા યુધિષ્ઠિરરૂપી અગ્નિ સામે કયો બેભાન,મરવાની ઇચ્છાવાળો,મૂર્ખ,પતંગિયાની જેમ ઝંપલાવશે? પોતાનામાં જ જેણે ક્રોધાગ્નિ દાબી રાખેલો છે તે યુધિષ્ઠિર સાથે મેં પૂર્વે કપટથી વર્તન કર્યું છે માટે તે હવે મારા મૂર્ખ પુત્રોનો સંહાર કરશે જ.તેઓની સાથે યુદ્ધ ન કરવું તે જ સારું છે એમ હું માનું છું કારણકે કુળનો વિનાશ નક્કી જ છે.

આ મારો સર્વોત્તમ વિચાર છે ને તેનાથી જ મારુ મન શાંત થાય તેમ છે માટે જો યુદ્ધ ન કરવું-એ ઇષ્ટ વાત હોય તો અમે શાંતિને માટે

યત્ન કરીએ.આપણને યુદ્ધથી દુઃખી થતા જાણીને,તે યુધિષ્ઠિર આપણી ઉપેક્ષા કરશે નહિ,કેમ કે તે તો મને જ અધર્મવડે ક્લેશનું કારણ

માનીને મારી જ નિંદા કરે છે (16)

અધ્યાય-53-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE