અધ્યાય-૪૬-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)
II सनत्सुजात उवाच II यत्तच्छुकं महज्योति दीप्यमानं माध्यशः I तद्वै देवा उपासते तस्मार्योविराजते II १ II
જે શુક્ર,મહત,જ્યોતિ,દીપ્યમાન ને મહદ્યશ-એવા નામવાળા પરમાત્મા છે,તેની જ દેવો ઉપાસના કરે છે અને તે મૂળકારણરૂપ બ્રહ્મથી,સૂર્ય (એટલે કે જગતની ઉત્પત્તિ કરવારૂપી ધર્મવાળા માયાની ઉપાધિવાળા ઈશ્વર) પ્રકાશે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ (સૂર્યરૂપે) જુએ છે (1) બ્રહ્મ(એટલે જગતને ઉત્પન્ન ને વિસ્તૃત કરનાર),એ પરમ વ્યોમ(આકાશ) નામનું અવ્યાકૃત,અવસ્તુરૂપ (પણ આનંદરૂપ) છે,તો પણ તે ચૈતન્ય પ્રતિબિંબને પામીને,જગતનાં જન્માદિક કાર્ય કરવા સમર્થ થાય છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે.તે શુક્ર (આનંદ-બ્રહ્મ),જ્યોતિષિઓ-સૂર્યાદિની અંદર રહીને પ્રકાશે છે,પણ,પોતે અતપ્ત
(એટલે કે બીજાથી અપ્રકાશિત કે સ્વયંજ્યોતિ)છે ને સૂર્યાદિકને તપાવે છે,જે (બ્રહ્મ)ને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(2)
તે શુક્ર (આનંદઘન પરમાત્મા બ્રહ્મ),જીવ તથા ઈશ્વરને,પૃથ્વીને,દિશાઓને,અને બ્રહ્માંડને ધારણ કરે છે,તેનાથી રચાયેલી નદીઓ અને સમુદ્ર-આદિ-રૂપી તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(4)નાશવંત છતાં અવિનાશી કર્મવાળા રથનાં (શરીરનાં) બે ચક્રોને અધીન રહેલા (અર્થાંત પુણ્ય-પાપ-રૂપી બે કર્મને અધીન રહેલા)ઇન્દ્રિય-રૂપી ઘોડાઓ,જીવને હૃદયાકાશમાં દિવ્ય તથા નિર્વિકાર પરમાત્મા પાસે લઇ જાય છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (5)એ પરમાત્માનું સ્વરૂપ અનુપમ છે,કોઈ પણ એને ચક્ષુથી જોઈ શકતો નથી.જેઓ હૃદય પ્રદેશમાં (હૃદયાકાશમાં) નિગ્રહ કરેલા મન વડે એને જાણે છે,
તેઓ મુક્ત થાય છે.તે (હૃદયાકાશમાં રહેલા) સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (6)
બાર પૂગો (સમુદાયો)જેમાં રહેલા છે અને દેવોએ જેનું રક્ષણ કરેલું છે,તે અવિદ્યા નદીનું પાન કરતા તથા તે નદીનાં મધુર ફળની લાલસા રાખતા જીવો,તે શુક્ર (આનંદઘન પરમાત્મા)રૂપી અધિષ્ઠાનમાં ભાસતી ઘોર નદીમાં ભમ્યા કરે છે.જે અધિષ્ઠાનરૂપ પરમાત્મામાં તેઓ (જીવો) ફરે છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (7)ભ્રમણ કરવાના સ્વભાવવાળો જીવ,વિચાર કરીને પરલોકમાં ચંદ્રરૂપી અર્ધ-કર્મફળને ભોગવે છે (અર્થાંત બાકીનાં કર્મનું ફળ ભોગવવા આ લોકમાં આવે છે).
જે એવો જીવ છે,તે જ સર્વ પ્રાણીઓમાં અંતર્યામી છે અને તે જ હવિ સાધ્ય યજ્ઞ કલ્પનારો છે (અર્થાંત તે વેદ અને વૈદિક માર્ગનો પ્રવર્તક છે)તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (8)
પાંખ વિનાનાં પક્ષીઓ,હિરણ્યનાં પાંદડાંવાળા અશ્વસ્થ(વૃક્ષ)ને પ્રાપ્ત થઈને ત્યાં પાંખવાળાં થયા પછી,ઈચ્છીત દિશાઓમાં ઉડે છે,તે ચિદાત્મા સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(9) પ્રાણ-આદિ ઉપાધિ-રૂપી-દર્પણો,પૂર્ણથી (વ્યાપક એવા ચિદાકાશથી) પૂર્ણો (તે ચૈતન્ય કે ચિદાકાશના પ્રતિબિંબ-રૂપી જીવો)ને જુદા કરે છે.પૂર્ણ (પ્રાણ-આદિ)પૂર્ણ (ચિદાત્મા)થી જ થયેલા છે.જયારે પૂર્ણોને (પ્રાણ-આદિને)પૂર્ણથી (બ્રહ્મ કે ચિદાત્માથી) દૂર કરવામાં આવે છે ત્યારે પણ પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે,ને તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (10)