શિષ્ય,કાળે કરીને બુદ્ધિના પરિપાકથી એક પાદ મેળવે છે,એક પાદ ગુરુના સંબંધથી મેળવે છે,એક પાદ ઉત્સાહ યોગથી એટલે કે બુદ્ધિવૈભવથી મેળવે છે અને એક પાદ શાસ્ત્રથી એટલે કે સહાઘ્યાયીઓની સાથે વિચાર કરવાથી પ્રાપ્ત કરે છે (16)
ધર્માદિક બાર,જેનું સ્વરૂપ છે,આસન,પ્રાણ,જય વગેરે જેનાં અંગો છે અને યોગમાં નિત્ય તત્પરતા જેનું બળ છે,તે બ્રહ્મચર્ય આચાર્યના તથા વેદાર્થના સંબંધ વડે એટલે કે કર્મ તથા બ્રહ્મના સંબંધ વડે ફળીભૂત થાય છે (17)
ગુરુને માટે દક્ષિણા લેવા તૈયાર થયેલા શિષ્યે,પોતાને જે ધન મળે તે આચાર્યને આપવું.એ રીતે ગુરુ અતિ ઉત્તમ આજીવિકાનો પ્રાપ્ત થાય છે.શિષ્યે ગુરુપુત્ર પ્રત્યે પણ એવું જ વર્તન રાખવું.આ રીતે બ્રહ્મચર્યમાં રહેનારો પુરુષ સર્વ પ્રકારે વૃદ્ધિ કરે છે,અનેક પુત્રોને પ્રાપ્ત કરે છે,પ્રતિષ્ઠા મેળવે છે અને દિશાઓ-વિદિશાઓં એને માટે ધનનો વરસાદ વરસાવે છે.તેમ જ તેની પાસે લોકો બ્રહ્મચર્ય પાળવા નિવાસ કરે છે (19)આ બ્રહ્મચર્ય પાળવાથી દેવો,દેવપણાને પામ્યા છે ને મહાભાગ્યવાળા તથા બુદ્ધિશાળી ઋષિઓ બ્રહ્મલોકમાં ગયા છે (20)આ બ્રહ્મચર્ય વડે જ ગંધર્વો અને અપ્સરાઓને રૂપ પ્રાપ્ત થયું હતું અને એ બ્રહ્મચર્યથી સૂર્ય પણ ઉદય પામવા સમર્થ થાય છે (21)
જેમ,ઈચ્છીત વસ્તુને આપનારી ચિંતામણિ નામની પારાની ગોળીની પ્રાર્થના કરીને,તે દ્વારા ઈચ્છીત વસ્તુનો લાભ મળવાથી,મનુષ્યના મનમાં જેવો ભાવ થાય છે,તે પ્રમાણે જ દેવાદિકો બ્રહ્મચર્યને પ્રાપ્ત કરીને તેવા જ ભાવને પામ્યા છે.
અર્થાંત દેવો સત્ય-સંકલ્પવાળા થઈને ઈચ્છીત વસ્તુ આપવા સમર્થ થયા હે (22)જે મનુષ્ય તપશ્ચર્યા કરી,એ ચાર પાદવાળા બ્રહ્મચર્યનો આશ્રય કરે છે અને શરીરને પાવન કરે છે તે વિદ્વાન,એ વડે બાલ્યભાવને પામે છે તથા અંતકાળે મૃત્યુને જીતે છે.
જે મનુષ્યો,નિર્મલ કર્મ વડે નાશવંત લોકોને જીતે છે,તેઓ મૂર્ખ છે પરંતુ વિદ્વાન તો સર્વાત્મા બ્રાહ્મણ જ્ઞાન વડે બ્રહ્મને જ પામે છે,માટે જ્ઞાન વિના મોક્ષને માટે બીજો કોઈ માર્ગ નથી (24)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જે વિદ્વાન,પોતાના હૃદયમાં સત્યસ્વરૂપ બ્રહ્મને જુએ છે,તેને તે શ્વેત,લાલ,કાળા,આંજણવર્ણા-આદિ રંગના હોય તેમ ચોક્કસરૂપે જણાય છે,તો તે વ્યાપક અવિનાશાય બ્રહ્મનું સ્વરૂપ કેવું છે?તે વિશે કહો (25)
સનત્સુજાત બોલ્યા-બ્રહ્મમાર્ગમાં જોકે શ્વેત,લાલ-આદિ રૂપોનો આભાસ થાય છે ખરાં,પણ તે બ્રહ્મનાં રૂપો નથી.
બ્રહ્મનું સ્વરૂપ તો પૃથ્વીમાં રહેતું નથી,અંતરિક્ષમાં રહેતું નથી અને સમુદ્રના જળમાં પણ નથી (26)
બ્રહ્મનું રૂપ તારાઓમાં,વીજળીઓમાં,વાદળાંઓમાં,વાયુમાં,દેવતાઓમાં,ચંદ્રમાં ને સૂર્યમાં પણ દેખાતું નથી.તેમનું રૂપ ઋગ્વેદ,યજુર્વેદ,અથર્વેદ,સામવેદ,રથંતર સામમાં,બૃહદ્રથ સામમાં અથવા મહાવ્રતમાં પણ દેખાતું નથી (28)
બ્રહ્મ ઓળંગી ન શકાય તેવા છે,અજ્ઞાનરૂપી ઉપાધિથી પર છે,પ્રલયના અંતે કાળ પણ તેમાં લીન થાય છે.દુર્લક્ષ્ય એવા
તે બ્રહ્મનું રૂપ સજૈયાની ઘરની જેમ અત્યંત સાવધાનીથી ગ્રહણ કરવા જેવું છે અને સર્વ કરતાં મહાન છે (29)
બ્રહ્મ,સર્વનું અધિષ્ઠાન છે,નિર્વિકાર છે,દૃશ્યમાત્ર બ્રહ્મ છે અને રમણીય પણ તે જ છે,તેનાથી પ્રાણીઓ ઉત્પન્ન થયા છે ને તેમાં જ લય પામે છે (30)બ્રહ્મ અનામય (દ્વૈત રહિત) છે,ઉદ્યત (જગતના આકારે)છે ને પરમ વ્યાપક છે.તે બ્રહ્મમાં વાણી વડે જ વિકાર છે,પણ સ્વરૂપ વડે નથી.જેનામાં આ સર્વ જગત રહેલું છે તેને જે જેઓ જાણે છે તેઓ મુક્ત થાય છે.(31)
અધ્યાય-44-સમાપ્ત