Dec 18, 2024

Bhishma Stuti-Gujarati with meaning

 શ્રીમદ ભાગવત-સ્કંધ-1-અધ્યાય-9-માં શ્લોક 32 થી 42-માં ભીષ્મે કરેલી શ્રીકૃષ્ણની સ્તુતિ છે 
श्री भीष्म उवाच
इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वत पुङ्गवे विभूम्नि ।

स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः ॥ ३२॥

त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने ।

वपुरलककुलावृताननाब्जं विजयसखे रतिरस्तु मेऽनवद्या ॥ ३३॥

युधि तुरगरजोविधूम्रविष्वक्कचलुलितश्रमवार्यलंकृतास्ये ।

मम निशितशरैर्विभिद्यमानत्वचि विलसत्कवचेऽस्तु कृष्ण आत्मा ॥ ३४॥

सपदि सखिवचो निशम्य मध्ये निजपरयोर्बलयो रथं निवेश्य ।

स्थितवति परसैनिकायुरक्ष्णा हृतवति पार्थ सखे रतिर्ममास्तु ॥ ३५॥

व्यवहित पृथनामुखं निरीक्ष्य स्वजनवधाद्विमुखस्य दोषबुद्ध्या।

कुमतिमहरदात्मविद्यया यश्चरणरतिः परमस्य तस्य मेऽस्तु ॥ ३६॥

स्वनिगममपहाय मत्प्रतिज्ञा मृतमधिकर्तुमवप्लुतो रथस्थः ।

धृतरथचरणोऽभ्ययाच्चलत्गुः हरिरिव हन्तुमिभं गतोत्तरीयः ॥ ३७॥

शितविशिखहतोविशीर्णदंशः क्षतजपरिप्लुत आततायिनो मे ।

प्रसभमभिससार मद्वधार्थं स भवतु मे भगवान् गतिर्मुकुन्दः ॥ ३८॥

विजयरथकुटुम्ब आत्ततोत्रे धृतहयरश्मिनि तच्छ्रियेक्षणीये।

भगवति रतिरस्तु मे मुमूर्षोः यमिह निरीक्ष्य हताः गताः सरूपम् ॥ ३९॥

ललित गति विलास वल्गुहास प्रणय निरीक्षण कल्पितोरुमानाः ।

कृतमनुकृतवत्य उन्मदान्धाः प्रकृतिमगन् किल यस्य गोपवध्वः ॥ ४०॥

मुनिगणनृपवर्यसंकुलेऽन्तः सदसि युधिष्ठिरराजसूय एषाम् ।

अर्हणमुपपेद ईक्षणीयो मम दृशि गोचर एष आविरात्मा ॥ ४१॥

तमिममहमजं शरीरभाजां हृदिहृदि धिष्टितमात्मकल्पितानाम् ।

प्रतिदृशमिव नैकधाऽर्कमेकं समधिगतोऽस्मि विधूतभेदमोहः ॥ ४२॥


ભીષ્મ બોલ્યા કે- જે યાદવોમાં શ્રેષ્ઠ છે,જેમનાથી બીજું કંઈ મોટું નથી,જે સ્વરૂપભૂત પરમાત્માનંદને પામેલા છે અને કોઈ સમયે ક્રીડા કરવા આ સૃષ્ટિનો પ્રવાહ જેનાથી ફેલાય છે,એવી યોગમાયાનો જેમણે સ્વીકાર કર્યો છે,તે ભગવાનમાં હું મારી તૃષ્ણા રહિત થયેલી બુદ્ધિને સ્થાપું છું.


વળી જે ત્રણે જગતમાં કેવળ એક જ સુંદર તમાલને સમાન શ્યામ વર્ણવાળું(તમાલ વૃક્ષના (પુષ્પ) જેવા વર્ણવાળું ) પ્રાત:કાળના સૂર્યના કિરણોની જેમ સ્વાભાવિક પ્રકાશતા વસ્ત્રોવાળું અને કેશના ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલા મુખવાળું શરીર ધારણ કરે છે,તે અર્જુનના મિત્ર શ્રીકૃષ્ણ વિષે મારી નિષ્કામ પ્રીતિ થાઓ.


યુદ્ધમાં (ઉડેલી)ઘોડાની ખરીઓની રજ વડે ભૂખરા થયેલા ને આમતેમ ઉડતા કેશોથી જેના પરસેવાનાં બિંદુઓ લૂછાતાં હતાં,

એવા સુશોભિત મુખને ધારણ કરતા હતા અને મારાં તીક્ષ્ણ બાણોથી જેમના શરીરની ચામડી તથા ક્વચ છિન્નભિન્ન થયાં હતાં,

(જેમનું ક્વચ લોહીથી શોભી રહ્યું હતું)તે શ્રીકૃષ્ણ વિષે મારું મન લીન થાઓ.


મિત્ર અર્જુનનું વચન સાંભળી તરત જ પોતાનાં અને શત્રુઓનાં સૈન્યોની વચ્ચે રથ ઊભો રાખી જે ઊભા હતા,અને જેમણે પોતાની કાળદ્રષ્ટિથી શત્રુ યોદ્ધાઓનાં આયુષ્ય હર્યા હતાં,તે અર્જુનના મિત્ર શ્રીકૃષ્ણ વિષે મારી પ્રીતિ થાઓ.


દૂર ઊભેલી સેનાના મોખરે રહેલા અમને જોઈ અર્જુન દોષબુદ્ધિથી સ્વજનોનો વધ કરતો અટક્યો,ત્યારે જેમણે આત્મવિદ્યાનો ઉપદેશ કરી અર્જુનની કુમતિ દૂર કરી હતી,તે પુરુષોત્તમના ચરણમાં મારી પ્રીતિ થાઓ.


પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી મારી પ્રતિજ્ઞાને,અધિક સત્ય કરવા ભગવાન રથમાં બેઠા હતા,ત્યાંથી એકદમ કૂદી પડી,હાથમાં રથનું પૈડું લઇ,જેમ,સિંહ હાથીને મારવા ધસે,તેમ,મારી સામે ધસ્યા હતા,તે સમયે પૃથ્વી જેમનાથી ધ્રુજી ગઈ હતી 

અને જેમનું ઉત્તરીય વસ્ત્ર માર્ગમાં પડી ગયું હતું, તે ભગવાન વિષે મારી ગતિ થાઓ.


વળી,ધનુષધારી મારાં તીક્ષ્ણ બાણોથી જે ઘાયલ થયા હતા,જેમનું બખ્તર છિન્નભિન્ન થયું હતું અને લોહીથી જે તરબોળ થયા હતા,એવા ભગવાન મારો વધ કરવા બળથી સામા આવ્યા હતા,તે મુકુંદ ભગવાન વિષે મારી ગતિ થાઓ.


અર્જુનનો રથ જેમને માટે કુટુંબ જેવો હતો.જેમણે હાથમાં પરોણી લીધી હતી,ઘોડાઓની લગામ પકડી હતી અને જે સારથિ-કર્મની શોભાથી શોભતા હતા,તે ભગવાનમાં,આ વેળા મરવા ઈચ્છતા મારી વિષે પ્રીતિ થાઓ,


સુંદર ગતિ,સુંદર વિલાસો,સુંદર હાસ્ય અને મને પ્રેમના દ્રષ્ટિપાતો વડે ભગવાને પોતે જેમનું ઘણું માન કર્યું હતું અને તેથી ઉત્કટ મદ વડે આંધળી બનેલી,ભગવાનના ગોવર્ધન ઉદ્ધાર આદિ કર્મોનું અનુકરણ કરતી ગોપીઓ પણ જેમના સ્વરૂપને પામી છે,તે ભગવાન વિષે મારી પ્રીતિ થાઓ.


યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં,મુનિગણો અને મહારાજાઓથી ભરપૂર સભામાં તે મુનિઓ તથા મહારાજાઓને પણ દર્શન કરવા યોગ્ય ભગવાન તેમની પૂજાને પામ્યા હતા.એ સર્વ જગતના આત્મા આ સમયે મારી દ્રષ્ટિ પ્રત્યક્ષ છે.(મારાં અહોભાગ્ય !) 


ખરેખર હું કૃતાર્થ થયો છું,કેમ કે પોતે સર્જેલાં પ્રાણીમાત્રના હૃદયમાં જે બિરાજે છે,અને જેમ,સૂર્ય પોતે એક જ છે, છતાં પ્રાણીમાત્રની ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ અનેક હોય તેવો જણાય છે,તેમ,ભગવાન પોતે એક જ છે છતાં અનેક સ્વરૂપે જણાય છે,

તેવા,આ અજન્મા ભગવાન (શ્રીકૃષ્ણ) ને હું ભેદ તથા મોહનો ત્યાગ કરી સારી રીતે પામ્યો છું.