May 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-532

 

અધ્યાય-૨૬૭-જયદ્રથ અને દ્રૌપદીનો સંવાદ 


II वैशंपायन उवाच II तधासिनेषु सर्वेषु तेषु राजसु भारत I यदुक्तं कृष्णया सार्धं तत्सर्व प्रत्यवेदयत् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,કોટિકાસ્યે,જયદ્રથ પાસે આવીને કૃષ્ણાએ જે કહ્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું.

ત્યારે જયદ્રથ બોલ્યો-'હું પોતે જ એ દ્રૌપદીની પાસે જઈશ' એમ કહી તે તે બીજા છ જણને સાથે લઈને 

તે આશ્રમમાં જઈને કૃષ્ણાને કહેવા લાગ્યો કે-'હે સુંદરી તું કુશળ છે ને? તારા સ્વામીઓ સારા છેને?'

દ્રૌપદી બોલી-'અમે સર્વ કુશળ છીએ.આ પાદ્ય ને આસન સ્વીકારો.હું તમને સવારના નાસ્તા માટે 

પચાસ મૃગો આપું છું.મારા પતિઓ,પાછા આવીને,તેમણે લાવેલા વિશેષ શિકાર આપશે'

જયદ્રથ બોલ્યો-'તેં જે આપવા ઇચ્છયું તે મને મળી ગયા બરાબર છે.પણ તું ચાલ,મારા રથમાં બેસ ને નિર્ભેળ સુખ ભોગવ.આ દીન,લક્ષ્મીહીન,રાજ્યભ્રષ્ટ,બુદ્ધિરહિત અને અરણ્યવાસી આ પાર્થોને વળગી રહેવું તારા માટે યોગ્ય નથી.બુદ્ધિમતિ સ્ત્રી લક્ષ્મીહીન સ્વામીને ભજતી નથી,એવાઓનો ભક્તિ કરીને તારે માત્ર ક્લેશ જ ભોગવવાનો છે.

તું પાંડવોને તજી દે,મારી ભાર્યા થા ને સુખ ભોગવ.અને સિંધુ,સૌવીર એ સર્વ દેશો પર મારી સાથે સત્તા ચલાવ'


સિંધુરાજે આ પ્રમાણે,હૃદય કંપાવનારા વચનો કહ્યા,એટલે કૃષ્ણ મુખ ને ભ્રમર ચડાવીને તે જગાએથી ખસી જઈને તે જયદ્રથને તિરસ્કારીને કહ્યું કે-'આમ બોલતાં જરા,શરમ રાખ' અને પછી પતિઓના પાછા ફરવાની આકાંક્ષા રાખીને તે જયદ્રથને પોતાના પતિઓના શૌર્ય વિશે કહીને તેને ડર આપવા લાગી (23)

અધ્યાય-૨૬૭-સમાપ્ત