અધ્યાય-૨૨૦-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)
II मार्कण्डेय उवाच II काश्यपो ह्यथं वासिष्ठः प्राणश्च प्राणपुत्रकः I अग्निरांगिरसश्चेव च्यवनस्त्रिसुवर्चकः II १ II
માર્કંડેય બોલ્યા-તે ઉકથે,પુત્રને અર્થે અનેક વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા કરી હતી,તેણે ઇચ્છયું હતું કે 'મને બ્રહ્મા જેવો યશસ્વી અને ધર્મનિષ્ઠ પુત્ર થાય' તે કાશ્યપ (ઉકથ),વાસિષ્ઠ પુત્ર,પ્રાણનો પુત્ર,આંગિરસ ચ્યવન અને ત્રિસુવરચક-
આ પાંચ અગ્નિઓએ ભેગા મળીને મહાવ્યાહૃતિ મંત્ર દ્વારા ધ્યાન ધર્યું,ત્યારે એક પંચવર્ણ તેજ પ્રગટ થયું તે
'પાંચજન્ય' (તપ) અગ્નિ કહેવાયો.તેણે દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી દક્ષિણાગ્નિ ઉત્પન્ન કર્યો.તેણે મસ્તકથી બૃહતને, મુખથી રથન્તરને,નાભિથી શિવને,બળથી ઇન્દ્રને,પ્રાણથી વાયુને તથા અગ્નિને,અને બંને બાહુઓથી મન,ઇન્દ્રિયો,પંચમહાભૂતો તથા બે સ્વરો (પ્રાકૃત અનુદાત્ત ને વૈકૃત અનુદાત્ત) ઉત્પન્ન કર્યા.
આ પછી તેણે પિતૃઓના પાંચ પુત્રો જન્માવ્યા.(કાશ્યપનો મહત્ત,આંગિરસનો ધીરભાનુ,બૃહદકથનો પ્રણીધિ,
સુવર્ચકનો સૌભર અને પ્રાણનો અનુદાત્ત) વળી,એ પાંચજન્યે યજ્ઞનાશ કરનારા (અહીં,યજ્ઞનાશ કરનારને અસુર નહિ પણ દેવ કહ્યા છે !!) બીજા પંદર દેવોને સર્જ્યા.(સુભીમ,અતિભીમ,ભીમ.ભીમબલ,અબલ--સુમિત્ર,મિત્રવાન,
મિત્રજ્ઞ,મિત્રવર્ધન,મિત્રવર્મા--સુરપ્રવીર,વીર,સુરેશ,સુવર્ચસ,સુરહંતા)
આ પંદર,પાંચ પાંચનાં ત્રણ જુદાં મંડળમાં રહે છે,ને સ્વર્ગપ્રાપ્તિને અર્થે યજ્ઞ કરનારાઓના યજ્ઞનો નાશ કરવા યજ્ઞપદાર્થોને હરી જાય છે,એથી યાજ્ઞિકો તેમને વેદીની બહાર ભાગ આપે છે.ને રાક્ષસહારી મંત્રોથી તેમને શાંત કરે છે.પાંચજન્ય અગ્નિનો પ્રથમપુત્ર બૃહદકથ ભૂમિ પર આશ્રય કરે છે,તેથી તેનું પૃથ્વી ઉપર યજન કરવામાં આવે છે.
બીજો પુત્ર રથન્તર અગ્નિ કહેવાય છે કે જેને મિત્રવિદ પણ કહે છે
આ પ્રમાણે તે મહાયશસ્વી તપ (પાંચજન્ય) પોતાના પુત્રો સાથે પ્રસન્ન રહી આનંદ કરવા લાગ્યો (20)
અધ્યાય-૨૨૦-સમાપ્ત