અધ્યાય-૨૦૪-ધુંધુ દૈત્યનો વધ
II मार्कण्डेय उवाच II धुंधुर्नाम महाराज तयोः पुत्रो महाध्युति: I स तपोतप्यत महन्महावीर्यपराक्रमः II १ II
માર્કંડેય બોલ્યા-હે મહારાજ,એ મધુકૈટભને ધુંધુ નામનો એક મહાકાંતિમાન પુત્ર હતો.તેણે એકપગે ઉભા રહીને મહાન તપ આદર્યું હતું.તપમાં એનું શરીર સુકાઈ ગયું ત્યારે બ્રહ્મા તેની પર પ્રસન્ન થઇ વરદાન માંગવા કહ્યું.
ત્યારે તે બોલ્યો કે-'દેવો,દાનવો,યક્ષો,સર્પો,ગંધર્વો અને રાક્ષસો એ સૌથી હું અવધ્ય થાઉં'
ત્યારે પિતામહ બ્રહ્માએ કહ્યું-ભલે તેમ જ થશે હવે તું જા' આ પ્રમાણે વરદાન પામીને તે પોતાના પિતાના વધનું સ્મરણ કરતો તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યો.ને તેમને અને સર્વ દેવોને તે પીડવા લાગ્યો.આ જ ધુંધુ,ઉત્તંક ઋષિના આશ્રમ પાસે શ્વાસ છોડીને અગ્નિની જવાળાઓ કાઢતો હતો,ને તેમને પણ પીડતો હતો.
ત્યારે તે ઉત્તંક સાથે કુવલાશ્વ પોતાના એકવીસ હજાર પુત્ર અને સેના સાથે ત્યાં આશ્રમે આવ્યો.ઉત્તંકની પ્રેરણાથી ભગવાન વિષ્ણુએ લોકોનું હિત કરવાની ઈચ્છાથી,તે રાજામાં તેજરૂપે પ્રવેશ કર્યો.કુવલાશ્વ ને ધુંધુ વચ્ચેનું યુદ્ધ જોવા આકાશમાં દેવતાઓ વિમાનોમાં જોવા આવ્યા.સાત દિવસ રેતી ખોદ્યા પછી,તેમને ધુંધુનું શરીર દેખાયું.
કુવલાશ્વના પુત્રોએ તેને ઘેરી લીધો ને તેની પર હલ્લો કર્યો.ત્યારે તે ધુંધુ ક્રોધથી ઉભો થયો ને પોતાના મુખમાંથી પ્રલાયકાળના જેવા અગ્નિને કાઢીને પોતાના તેજથી તે સર્વ રાજપુત્રોને બાળી નાખ્યા.
પોતાના પુત્રોને બળી ગયેલા જોઈને કુવલાશ્વે તે ધુંધુ પર હલ્લો કર્યો ને બ્રહ્માસ્ત્રથી તેને મારી નાખ્યો.
આમ તેણે ધુંધુને માર્યો એટલે તે ધુંધુમાર તરીકે વિખ્યાત થયો.દેવોએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યાં.
હે યુધિષ્ઠિર,પછી,તે રાજાના જે ત્રણ પુત્રો (દઢાશ્વ-કપિલાશ્વ-ચંદ્રાશ્વ) બચ્યા હતા તેનાથી ઇક્ષ્વાકુ વંશની પરંપરા ચાલી રહી છે.આ પ્રમાણે મેં તમને તમે પૂછેલું ધુંધુમારનું ઉપાખ્યાન કહ્યું વિષ્ણુના ગુણકીર્તનવાળા આખ્યાનનું જે શ્રવણ કરશે તે આયુષ્યમાં,સમૃદ્ધિવાન થશે,તેને ક્લેશોથી મુક્ત થશે ને તેને વ્યાધિનો ભય નહિ રહે (45)
અધ્યાય-૨૦૪-સમાપ્ત