Apr 4, 2024

સ્થિરતાને-By અનિલ શુક્લ

 

છબછબિયાં પાણીમાં કરી,મળે એ ક્ષણિક આનંદનું હવે શું કામ છે?
કૂદકો લગાવ્યો જ્યાં અનંતનો ને પામ્યા,જ્યાં નિર્વિક્ષેપ પરમાનંદને.

મુખમાં રાખી વિષ-રૂપી ચોખાનો દાણો,ફરવાનું કીડીને શું કામ છે?
પામી ગઈ છે તે જયારે  સાકરના ગાંગડાના પહાડ-રૂપી રસ-અમૃતને.

વ્યર્થ આ સંસારમાં ભટકવું શું ? ને તેમાં ભળવાનું ય શું કામ છે?
ખુદના જ ઘર બેસી,ખુદમાં ભળ્યા ને પામી ગયા જ્યાં એ અનંતને.

ખુદ હલવું કે હલાવવું ,એવી ચપળતા રાખવાનું અનિલને શું કામ છે?
ભળી ગયો,પામી ગયો જ્યાં તે સુગંધમય-અદભુત એવી સ્થિરતાને.

અનિલ
ઓગસ્ટ-૨૨-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com