Mar 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-463

 

અધ્યાય-૧૭૫-દિવ્ય અસ્ત્રોનાં દર્શન 


II वैशंपायन उवाच II तस्यां रात्र्यां व्यतीतायां धर्मराजो युधिष्ठिरः I उत्थायावश्यकार्याणि कृतवान्भ्रात्रुभिः सह  II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાત વીતી ગઈ,એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓ સાથે આવશ્યક કર્મો કરીને અર્જુનને તે દિવ્ય એસ્ટ્રો બતાવવાનું કહ્યું.ત્યારે તે અર્જુને તે દિવ્ય અસ્ત્રો બતાવતા પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈને મનથી કલ્પેલા પૃથ્વીરૂપી રથમાં તે બેઠો.તેને દિવ્ય કવચ પહેર્યું,ને ગાંડીવ ને દેવદત્ત શંખ હાથમાં લીધા.ને અનુક્રમે દિવ્ય અસ્ત્રો બતાવવા લાગ્યો.હવે તેણે તે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે પૃથ્વી ડોલી ઉઠી,સરિતાઓ ને સાગરો ખળભળી ઉઠ્યા,પર્વતો ચિરાવા લાગ્યા,વાયુ થંભી ગયો ને અગ્નિ બળતો અટકી ગયો.(9)

ત્યારે બ્રાહ્મણોને વેદ મોઢે જ ન આવ્યા,પૃથ્વીમાં રહેલાં પ્રાણીઓ પીડા પામતાં,ઉપર આવી અર્જુનને ઘેરીને ઊભાં.

પછી,બ્રહ્મર્ષિઓ,સિદ્ધો,દેવો,યક્ષો,રાક્ષસો,ગંધર્વો આદિ પણ ત્યાં આવીને ઉભા.બ્રહ્મા,લોકપાલો ને શંકર પણ ત્યાં આવ્યા,એટલે વાયુએ આવીને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરવા માંડી.


તે વખતે નારદમુનિ ત્યાં દેવોની પ્રેરણાથી આવ્યા અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,આ દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરીશ નહિ.લક્ષ્ય વિના એ અસ્ત્રોનો નકામો પ્રયોગ ન કરાય,અને લક્ષ્ય હોય છતાં જાતને પીડા ન પહોંચી હોય તો પણ આ અસ્ત્રોનો પ્રયોગ કરાય નહિ.આ અસ્ત્રોનો મિથ્યા પ્રયોગ કરવામાં મહાન દોષ રહેલો છે.

માટે શાસ્ત્રાનુસાર તેની રક્ષા કરવી ઘટે છે.આ અસ્ત્રોનું રક્ષણ કરવામાં ન આવે તો તે ત્રણે લોકોનો નાશ 

કરે છે,માટે તું આવું ફરીથી ક્યારેય કરીશ નહિ.હે યુધિષ્ઠિર,તેમે જો એ અસ્ત્રોને જોવા જ ઈચ્છો છો 

તો,રણમાં જયારે અર્જુન તે અસ્ત્રોનો પ્રયોગ કરે ત્યારે  જ તમે તે જો જો (23)


વૈશંપાયન બોલ્યા-હે રાજન,આ પ્રમાણે અર્જુનને અટકાવીને,નારદમુનિ અને સર્વ પોતપોતાના સ્થાને પાછા ગયા,

અને તે સૌ ગયા પછી,તે પાંડવો,દ્રૌપદી સાથે તે જ વનમાં આનંદપૂર્વક રહ્યા (25)

અધ્યાય-૧૭૫-સમાપ્ત 

નિવાત-કવચ-યુદ્ધ પર્વ સમાપ્ત