અધ્યાય-૧૫૨-ભીમે સૌગન્ધિક વન દીઠું
II वैशंपायन उवाच II गते तस्मिन् हरिवरे भीमोSपि बलिनां वरः I तेन मार्गेण विपुलं व्यचरद गन्धमादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-હનુમાનના અંતર્ધાન થયા પછી,તે મહાબળવાન ભીમે તેમણે બતાવેલા માર્ગ પર જવા લાગ્યો.
હનુમાનનું સ્વરૂપ,ને તેમનું માહાત્મ્ય ને તેમનો પ્રભાવ એ બધું મનમાં સંભારતો તે આગળ ચાલ્યો.
સૌગન્ધિક વન જોવાની ઈચ્છાથી તે જતી હતો ત્યારે તેણે રસ્તામાં રમ્ય વનો,ઉપવનો,સરોવરો ને સરિતાઓ જોઈ.રસ્તામાં તેને મદમસ્ત હાથીઓના ઝુંડો,જોયાં ને વાઘો આદિથી સેવાયેલા તે પર્વતમાં ગયો.
ઘાટો ને વણોથી પ્રિય લાગતી તળાવડીઓને તે ઓળંગી ગયો,ને દિવસ પૂરો થવા આવ્યો ત્યારે તેને અનેક હરણાંવાળા વનમાં એક વિશાલ નદીને જોઈ,કે જે સુવર્ણનાં નિર્મલ કમળોથી ભરેલી હતી અને તેમાં હંસો આદિથી શોભી રહી હતી.કમળવાળી તે નદી જાણે ગંધમાદન પર્વતની માળા હોય તેમ રચાયેલી હતી,.તે નદીની પાસે જ
તેણે ઉજ્જવળ કાંતિવાળું મહાન સૌગન્ધિક વન જોયું,તેને જોઈને ભીમના મનમાં થયું કે તેની કામના પૂર્ણ થઇ છે,
ને તેને વનવાસમાં અતિદુઃખને વેઠતી પોતાની પ્રિયા દ્રૌપદીનું મનમાં સ્મરણ કર્યું (14)
અધ્યાય-૧૫૨-સમાપ્ત