Feb 11, 2024

વરસો વહી ગયા-By-અનિલ શુક્લ

 

ખોળવાનો ક્યાં હતો 'તે'ને? માત્ર ઓળખવાની જ જરૂર હતી,

છતાં એ સફર લાંબી કરી દીધી,ને વરસો જિંદગીના વહી ગયા !


અશક્ય તો ક્યાં કશુંય છે? નાસમજ થઇ ખોટી જ મહેનત કરી,

પણ,જે શક્ય જ હતું,તેને પામવામાં વરસો જિંદગીના વહી ગયા.


લાખ ચાહ્યું હતું કે દોડીને પહોંચી જઈશ,ને પામી લઈશ 'તે'ને,

પણ,પ્રારબ્ધમાં ચાલવાનું જ હતું? ને વરસો જિંદગીના વહી ગયા.


દૂર તો 'તે' ક્યાં હતો? ને તેથી જ  તો મંજિલ ક્યાં  દૂર હતી?

મને જ પામવામાં,જિંદગીના મારા જ અનુપમ વરસો વહી ગયા.


ખોળતા હતા મારા નયનો,અધીર બની જે અનંતને,'તે'તો,આવી,

નયનોમાં જ બેઠો હતો,ઓળખવામાં વરસો જિંદગીના વહી ગયા.


અનિલ મે,23,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com