અધ્યાય-૧૦૦-વજ્ર નિર્માણ
II युधिष्ठिर उवाच II भूय एवादमिच्छामि महर्षेस्तस्य धीमतः I कर्मणां विस्तरं श्रोतुमगस्तस्य द्विजोत्तम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજોત્તમ,તે અગસ્ત્ય મહર્ષિનાં કર્મોના વિસ્તારને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું.
લોમશ બોલ્યા-'હાઈ મહારાજ,અમાપ તેજસ્વી અગસ્ત્યનો પ્રભાવ અને તેમની દિવ્ય,અદભુત ને અમાનુષી કથા તમે સાંભળો.સત્યયુગમાં ભયંકર,દુષ્ટ મદવાળા ને અત્યંત દારુણ કર્મ કરનારા કાલકેય નામે પ્રસિદ્ધ દાનવો હતા.
વિવિધ આયુધોથી સજ્જ થયેલા તેઓ વૃત્રનો આશ્રય લઈને ઇન્દ્ર આદિ દેવો પર ચારે બાજુથી ધસતા હતા.(4)
એટલે દેવો,ઇન્દ્રને મોખરે રાખી બ્રહ્મા પાસે ગયા ત્યારે બ્રહ્માએ તેમને કહ્યું કે-'તમે વૃત્રનો વધ કરવાનું જે કાર્ય ધાર્યું છે
તે હું જાણું છું,હું તમને એવો ઉપાય બતાવું છું કે જેથી તમે તે વૃત્રને મારી શકશો,દધિચ નામના એક વિખ્યાત
ને ઉદાર મનવાળા ઋષિ છે તેમે સૌ તેમની પાસે જઈને વરદાન માગો કે 'ત્રણે લોકના હિત માટે આપ આપનાં હાડકાં આપો' એટલે ઉદાર બુદ્ધિવાળા પોતાનું ખોળિયું ઉતારીને તમને પોતાનાં હાડકાં આપશે.કે જેનાથી
તમે શત્રુને હણનારું,ભયંકર છ ખૂણીયું,ભીષણ નાદવાળું,ને મહાઘોર વજ્ર બનાવો ને તે વજ્રથી,
ઇન્દ્ર દ્વારા તે વૃત્ર અસુર (વૃત્રાસુર) અવશ્ય મરશે.આ મેં તમને સર્વ કહ્યું,હવે તમે ઝટ તે પ્રમાણે કરો'(12)
ત્યારે તે દેવો બ્રહ્મની આજ્ઞા લઈને નારાયણને આગળ રાખીને દધિચ ઋષિના આશ્રમે ગયા.ને તેમને પ્રણામ કરીને
બ્રહ્મે કહેલું વરદાન માગ્યું.એટલે દધિચે કહ્યું કે-'હે દેવો તમને જે હિતકારી છે તે હું અત્યારે જ કરીશ'
આમ કહીને તે માનવશ્રેષ્ઠ જીતેન્દ્રિયે પોતાના પ્રાણ કાઢી નાખ્યા.ત્યારે દેવોએ બ્રાહ્મણ ઉપદેશ પ્રમાણે નિષ્પ્રાણ થયેલા
તે મહર્ષિનાં હાડકાં લઈને વિશ્વકર્મા પાસે ગયા,કે જેમણે એકાગ્ર થઈને અતિભયંકર રૂપવાળું વજ્ર બનાવ્યું.
ને ઇન્દ્રને આપ્યું.ઇન્દ્રે તે વજ્રને હર્ષપૂર્વક સ્વીકાર્યું (25)
અધ્યાય-૧૦૦-સમાપ્ત