અધ્યાય- ૬૮-દમયંતી ને સુદેવનો સંવાદ
II बृहदश्च उवाच II ह्रतराज्ये नले भीमः सभाये प्रेष्यतां गते I द्विजान्प्रस्थापपामास नलदर्शनकांक्षया II १ II
બૃહદશ્વ બોલ્યા-આમ,હરાઈ ગયેલા રાજયવાળો નળ ને તેની પત્ની દમયંતી દાસપણું પામ્યા હતા,ત્યારે નળના દર્શનની આકાંક્ષાથી ભીમે બ્રાહ્મણોને પુષ્કળ ધન આપીને તેમને કહ્યું કે -'તમે નળ-દમયંતીને શોધી કાઢો.જે તેમને શોધીને અહીં લઇ આવશે તેમને હું વધુ ધન,સહસ્ત્ર ગાયો ને ગામ આપીશ'
એટલે બ્રાહ્મણો નળને ખોળવા ગામેગામ ફરવા લાગ્યા પણ,ઘણા દિવસો સુધી તે કોઈને પણ જોવા પામ્યા નહિ.
એક વાર સુદેવ નામનો બ્રાહ્મણ ચેદિપુરમાં આવી ચડ્યો,ત્યાં રાજભવનમાં તેણે
વૈદર્ભી દમયંતીને જોઈ.મલિન ને દુબળી થયેલી જોઈ તેણે તર્ક કર્યો કે 'તે જ દમયંતી છે' (9)
પછી,તે ભીમનંદિની પાસે જઈને બોલ્યો કે-'હે વૈદર્ભી,હું તારા ભાઈનો પ્રિય મિત્ર એવો સુદેવ બ્રાહ્મણ છું.ને રાજા ભીમની આજ્ઞાથી હું તને અહીં ખોળવા માટે આવ્યો છું.તારા માતા,પિતા,ભાઈઓ અને તારા બાળકો કુશળ છે,
સેંકડો બ્રાહ્મણો તને અને નળને ખોલવા માટે નીકળ્યા છે' ત્યારે દમયંતીએ સુદેવને ઓળખ્યો ને પોતાનાં સર્વ સગાસંબધીઓનું કુશળ પૂછ્યું.ને શોકથી કૃશ થયેલી તે પોતાની સ્થિતિ પર તે અત્યંત રોવા લાગી.
તેમને જોઈને સુનંદા પણ શોકથી વ્યાકુળ થઇ ગઈ ને પોતાની જનેતા આગળ જઈને એ વાત કહી.ત્યારે
રાજમાતા ત્યાં જઈને બ્રાહ્મણને પૂછવા લાગી કે-'આ ભાવિની કોની પત્ની છે? કોની પુત્રી છે?'
ત્યારે બ્રાહ્મણે દમયંતીનું સર્વ વૃતાંત કહેવા માંડ્યું (39)
અધ્યાય-૬૮-સમાપ્ત