Nov 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-351

 

અધ્યાય-૬૩-દમયંતીની દુર્દશા 


II बृहदश्च उवाच II अपक्रान्ते नले राजन्दंमयंति गतक्लमा I अयुध्यत घरारोहा संत्रस्ता विलने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે રાજન,નળ ચાલ્યો ગયો,એ પછી દમયંતી થાકથી મુક્ત થતાં,જાગી ને પોતાના સ્વામીને ત્યાં ન જોતાં,શોક ને દુઃખથી ઘેરાઈ ગઈ.ને તે દુખિયારી રોતી રોતી,વનમાં તેને આમતેમ ફરીને ખોળવા લાગી.

વારંવાર વિલાપ કરતી તે જમીન પર પડી ગઈ,ત્યારે એકાએક અજગરે ત્યાં આવોને તેને પકડી ને તેને ગળવા લાગ્યો.દમયંતીની બૂમો પાડવા લાગી જે સાંભળીને એક પારધી ત્યાં દોડી આવ્યો ને ત્યાં આવીને તેણે એક તીણા  હથિયારથી અજગરના મુખને ચીરીને તેણે દમયંતીને છોડાવી.(28)

પછી,તે પારધીએ તેને સ્નાન કરાવીને થોડું ખાવાનું આપીને,દમયંતી વિષે પૂછપરછ કરી ત્યારે દમયંતીએ પોતાનું સર્વ વૃતાન્ત કહી સંભળાવ્યું.અર્ધ વસ્ત્રમાં ઢંકાયેલી,ને સુંદર દમયંતીને જોઈને તે પારધી કામને વશ થઇ ગયો 

ને દમયંતીને મીઠી ને મનોહર વાણીમાં સાંત્વન આપીને દમયંતીને છેડવાનો પ્રયત્ન  કરવા લાગ્યો.

પારધીના ભાવ જાણી લઈને દમયંતી ક્રોધથી જાણે પ્રજ્વલિત થઇ ગઈ.જેને જોઈને પારધી તેના પર આક્રમણ કરવાની હિંમત કરી શક્યો નહિ.


પતિથી વિમુખ થયેલી ને દુઃખથી પીડાઈ રહેલી દમયંતીએ જયારે જાણ્યું કે હવે બોલવાથી કંઇ વળશે નહિ એટલે તેણે પારધીને શાપ આપ્યો કે-'જો હું નૈષધનાથ સિવાય બીજા કોઈનો વિચાર ન કરતી હોઉં,તો આ નીચ પારધી નિષ્પ્રાણ થઇ જાઓ.' ને દમયંતીના આવા વચન કહેવાની સાથે જ તે પારધી પ્રાણહીન થયો ગયો (40)

અધ્યાય-૬૩-સમાપ્ત 


અધ્યાય-૬૪-દમયંતીનો વિલાપ 


II बृहदश्च उवाच II सा निहत्य मृगव्याधं प्रतस्थे कमलेक्षणा I वनं प्रतिमयं शून्य झिल्लिकागमनादितम् II १ II

બૃહદશ્વ બોલ્યા-કમળ સમાન નેત્રવાળી દમયંતી તે પારધીને મારીને,શૂન્ય,ભયંકર ને તમરાંથી ગાજી રહેલ વનમાં આગળ જવા નીકળી.અનેક પશુઓ,સાપો ને પિશાચોથી ઘેરાયેલા વનમાં,તે નળને શોધતી રહી.

અત્યંત દુઃખી થયેલો ને પતિના શોકથી ઘેરાયેલી એવી તે એક શિલા પર બેસીને વિલાપ કરવા લાગી.

પછી ત્યાંથી ચાલીને તે અનેક પશુ પક્ષીઓને પણ તે નળરાજાના વિષે પૂછવા લાગી.


છેવટે તેણે તપસ્વી મુનિઓથી વસાયેલો એક આશ્રમ જોયો ત્યારે તે ત્યાં જઈને પોતાની ઓળખાણ આપીને પોતાનું વૃતાન્ત કહીને,નળ વિષે પૂછપરછ કરવા લાગી.ને કહેવા લાગી કે-'અત્યંત દારુણ એવા વનમાં,મારા પતિ નળરાજાને ખોળવા નીકળી છું,તેને હું થોડા દિવસમાં જોઇશ નહિ તો હું મારા આ દેહને ઓગાળી નાખીશ,સ્વામીના શોકથી પીડાયેલી એવું હું કેવી રીતે જીવી શકું?'


દમયંતીને આવી વિલાપ કરી જોઈને તપસ્વીઓએ કહ્યું કે-;હે કલ્યાણી આગળ તારું કલ્યાણ થશે,ને તું જલ્દીથી નૈષધનાથનાં દર્શન પામશે,ને તેમને તું દુઃખથી મુક્ત થયેલો જોઇશ ને તેને પોતાના નગરમાં જ ફરીથી શાસન કરતો પણ તેને જોઇશ' આટલું કહીને તે અગ્નિહોત્રીઓ આશ્રમની સાથે જ ત્યાંથી અંતર્ધાન થઇ ગયા.

દમયંતી આશ્ચર્ય પામીને લાંબા સમય સુધી આ પ્રસંગ વિષે વિચારવા લાગી.ને ત્યાંથી આગળ ચાલી.

માર્ગમાં ઘણે દૂર જતાં,તેણે હાથી,ઘોડા ને રથથી ભરેલો એક સંઘ જોયો.


તે ત્યાં ગઈ ને તેમને પોતાનો વૃતાન્ત કહીને,તેમની પાસે નળ વિષે પુછપરછ કરવા લાગી ને તે સંઘ ક્યાં જઈ રહ્યો છે? તે વિષે પણ પૂછવા લાગી,ત્યારે તે સંઘના સાર્થવાહ નામના અધિપતિએ તેને કહ્યું કે-'મેં નળ નામના કોઈ મનુષ્યને જોયો નથી,આ વનમાં તો પશુઓ જ અમે જોયા છે.માત્ર આજે અમે તને જ જોઈ છે.હે માનવપુત્રી,આ સંઘ લાભ મેળવવા માત્ર સત્યદર્શી એવા સુબાહુ ચેદિરાજના દેશમાં જવાનો છે (132)

અધ્યાય-૬૪-સમાપ્ત