Nov 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-333

 

અધ્યાય-૪૪-અર્જુનને અસ્ત્રવિદ્યા ને સંગીતની શિક્ષા 


II वैशंपायन उवाच II ततो देवाः सगन्धर्वाः समादायार्ध्यमुत्ततम् I शक्रस्य मतमाज्ञाय पार्थमानर्चुरंजसा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રનો મત જાણી લઈને દેવો અને ગંધર્વો ઉત્તમ પૂજાસામગ્રી લાવીને અર્જુનની 

સત્વર પૂજા કરવા લાગ્યા.ને  તેને ઇન્દ્રભવનમાં લઇ ગયા.આમ,સત્કાર પામેલો અર્જુન પોતાના 

પિતાના ઇન્દ્રભવનમાં રહ્યો અને સંહાર-ઉપસંહાર સહિત અનેક મહાન અસ્ત્રોને શીખવા લાગ્યો.(3)

વળી,ઇંદ્રને પ્રિય અને દુઃસહ એવું વજ્રાસ્ત્ર ને મહાગર્જનાવાળું અશનીશસ્ત્ર તે ઇન્દ્ર પાસેથી શીખ્યો.આ શસ્ત્રોને

પ્રાપ્ત કરીને તે ભાઈઓને સંભારવા લાગ્યો.છતાં ઇન્દ્રના આદેશથી તે ત્યાં પાંચ વર્ષ સુધી રહ્યો.

સમય આવ્યે.ઈંદ્રે,અસ્ત્રવિદ્યામાં પારંગત થયેલા પૃથાપુત્રને કહ્યું કે-'તું ચિત્રસેન પાસે નૃત્યવિદ્યા મેળવ.

મનુષ્યલોકમાં જે દેવરચિત વાજિંત્રવિદ્યા નથી તેને તું પ્રાપ્ત કર,તને તે કલ્યાણકારી થશે'


આમ કહી ઈંદ્રે,અર્જુનની ચિત્રસેન સાથે મૈત્રી કરાવી,ચિત્રસેન તેને ગીતો,વાદિન્ત્રો ને નૃત્યો શીખવતો હતો.છતાં,પણ અર્જુન મનમાં જુગટાનું દુઃખ સંભારીને,ક્રોધ પામતો ને સુખ સામગ્રી વચ્ચે પણ,અર્જુન સુખ પામતો નહોતો.ચિત્રસેન

સાથે અતુલ પ્રીતિ થવાથી,અર્જુને અનુપમ ગાંધર્વનૃત્ય ને વાદિત્ર વિદ્યા ને સંપાદન કરી.

વળી,તે ગીતોના અનેકાનેક ગુણો ને પ્રકારો શીખ્યો.તો પણ તેને શાંતિ મળતી નહોતી,ને તે દુઃખમાં જીવતા

ભાઈઓને તથા માતા કુંતીને સંભારતો રહીને મનમાં ને મનમાં જ દુઃખી થતો રહેતો હતો. (13)

અધ્યાય-૪૪-સમાપ્ત