અધ્યાય-૨૩-પાંડવો દ્વૈતવન તરફ
II वैशंपायन उवाच II
तस्मिन्दशार्हाधिपतौ प्रपाते युधिष्ठिरो भीमसेनार्जुनो च I यमौ च कृष्णा च पुरोहितश्च रथान्महार्हान परमाश्चयुक्तान् II १ II
વૈશંપાયન બોલ્યા-તે યાદવાપતિ શ્રીકૃષ્ણ ગયા પછી,યથાકાળે,યુધિષ્ઠિર,ભીમસેન,અર્જુન,નકુલ,સહદેવ,કૃષ્ણા ને ધૌમ્ય પુરોહિત,ઊંચા ઘોડાઓ જોડેલા રથમાં બેઠા.પાંડવોએ બ્રાહ્મણોને સુવર્ણ,વસ્ત્રો,ગાયો આદિનું દાન કર્યુ અને
ત્યાંથી વનમાં જવા માટે નીકળ્યા.ઉદારચિત્ત કુરુજાંગલના નગરજનોએ યુધિષ્ઠિર આવીને તેમની પ્રદિક્ષણા કરી.
ને તેમનું અભિવાદન કર્યું.યુધિષ્ઠિરે પણ તે લોકોને પિતા જેમ પુત્રોને સ્નેહ કરે તેમ,સ્નેહભાવ કર્યો.
તે મહાન જનસંઘ,આંસુભરે નેત્રે બોલવા લાગ્યો કે-'હાય નાથ,પ્રજાના પિતારૂપ એવા ધર્મરાજ,અમને છોડીને જવા નીકળ્યા છે ! ધિક્કાર છે ક્રુરબુદ્ધિ ધૃતરાષ્ટ્ર પુત્રને,શકુનિને ને કર્ણને ! તે પાપીઓ સદધર્મમાં નિત્ય પરાયણ એવા આ પાંડવોનું અનર્થ જ ઇચ્છયા કરે છે.મહાત્મા ધર્મરાજે,અપ્રતિમ નગર વસાવ્યું,અદ્વિતીય સભા બનાવી,
ને તેને ત્યજીને તમે કેમ ને ક્યાં જશો ? ત્યારે ઓજસ્વી અર્જુને અવાજે કહ્યું કે-
'યુધિષ્ઠિરરાજ આ વનવાસ પૂરો કરીને શત્રુઓના યશને હરી લેશે.ને ફરીથી આ સભા આદિને મેળવી લેશે.
હે બ્રાહ્મણો,તમારે તપસ્વીઓ અને ધર્મવેત્તા સાથે મળીને,અમારી પરમસિદ્ધિ થાય તેવી વાત કરવી'
હે રાજન,અર્જુને આવાં કહ્યાં,એટલે બ્રાહ્મણો અને સર્વ વર્ણના લોકો હર્ષમાં આવીને,અભિનંદન આપવા લાગ્યા,
અને તેમણે એક સાથે મળીને યુધિષ્ઠિરની પ્રદિક્ષણા કરી.પછી,યુધિષ્ઠિર,વૃકોદર,ધનંજય,યાજ્ઞસેની અને
નકુલ,સહદેવની રાજા લઈને તેઓ યુધિષ્ઠિરની સંમતિ લઈને પોતપોતાના દેશ પ્રત્યે ગયા.(16)
અધ્યાય-૨૩-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE