Oct 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-309

 

અધ્યાય-૨૧-શાલવે રચેલી માયા 

II वासुदेव उवाच II एवं स पुरुषव्याघ्रः शाल्वराजो महारिपु: I युध्दयानो मया संख्ये वियदम्यगमत्पुनः  II १ II

વાસુદેવ બોલ્યા-આ રીતે પુરુષોમાં સિંહ જેવો તે મહાન શત્રુ શાલ્વરાજ,મારી સાથે રણમાં યુદ્ધ કરતાં કરતાં,

આકાશમાં ચાલ્યો ગયો.પછી,જયના અભિલાષી એવા તે મંદબુદ્ધિ શાલ્વરાજે,મારા પર રોષપૂર્વક ગદાઓ,

ત્રિશૂળો,મૂસળો અને તલવારો ફેંક્યા,કે જેના મેં મારા તીવ્ર ગતિવાળા બાણોથી આકાશમાં જ ટુકડા કરી નાખ્યા,

ને જેથી આકાશમાં શોર મચી ગયો.ત્યારબાદ તેણે દારુક,ઘોડાઓ ને રથ પર,લખો બાણો ફેંક્યાં,કે જેથી દારુક ગભરાઈ ગયો ને તે બોલ્યો કે-શાલ્વનાં બાણોથી હું વીંધાઈ રહ્યો છું,ને તેની સામે ઉભા રહેવાની મારી શક્તિ નથી.

મારાં અંગો ભાગી રહ્યાં છે,આમ છતાં,મારે ઉભા રહેવું જ જોઈએ તેથી હું ઉભો રહ્યો છું.(5)

દારુકે જયારે મને આમ કહ્યું એટલે મેં તેના તરફ જોયું તો તેના સમગ્ર શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, 

મેં તેને ધીરજ આપી.તે વખતે,મારા રથની નજીક ઉગ્રસેનના એક સેવકનો રથ આવ્યો,ને તેણે મને તેના રથમાં લઈને કહેવા લાગ્યો કે-ઉગ્રસેને કહેણ મોકલ્યું છે કે-'તમે દ્વારિકા છોડીને ગયા પછી,શાલ્વરાજે દ્વારકા આવીને વસુદેવને હણી નાખ્યા છે.હવે લડવું બહુ થયું ને તમે પાછા આવીને દ્વારકાનું રક્ષણ કરો એ જ સારું છે'(14)


તેનાં વચન સાંભળીને હું અત્યંત વેદના પામ્યો ને 'શું કરવું કે શું ન કરવું?' તેનો નિશ્ચય કરી શક્યો નહિ.

મનથી તો મેં સાત્યકિ,બલદેવ અને પ્રદ્યુમ્નને નિંદી કાઢ્યા. કેમકે દ્વારકા અને પિતાજીના રક્ષણનો ભાર તેમના પર મૂકીને જ હું ત્યાંથી નીકળ્યો હતો.પછી,વિચાર આવ્યો કે આ ત્રણે જો જીવતા હોય,તો વસુદેવને ઇન્દ્ર પણ હણી શકે નહિ.એટલે જો વસુદેવ માર્યા ગયા હોય તો તેઓ પણ માર્યા જ ગયા હોવા જોઈએ.આમ મારો પાકો ખ્યાલ થયો,ને તેથી અત્યંત વિહવળ થઇ ગયો મોહે મને વીંટી લીધો,મારા હાટમાંથી ધનુષ્ય પડી ગયું ને હું રથની બેઠક પર બેસી ગયો.મને આવો નિશ્ચેટ થયેલો જોઈને સૈન્યમાં હાહાકાર થઇ ગયો.(26)


પછી,એક બે ક્ષણે મને ભાન આવ્યું ત્યારે મેં એ મહાસંગ્રામમાં ન તો ને કે શાલ્વને કે ન તો સૌભ વિમાનને જોયું.

વળી  ત્યાં મારા પિતાને પણ ન જોયા.એટલે મારા મનમાં નિશ્ચય થઇ ગયો કે આ શાલ્વની માયા જ છે,

એટલે ભયરહિત થઈને હું ફરીથી સેંકડો બાણો છોડવા લાગ્યો (30)

અધ્યાય-૨૧-સમાપ્ત