Sep 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-298

 
અધ્યાય-૭-પાંડવોના નાશ માટે દુર્યોધન મંડળીની વિચારણા 

II वैशंपायन उवाच II श्रुत्वा च विदुरं प्राप्तं राज्ञा च परिसान्विम् I धृतराष्ट्रात्मजो राजा पर्यतत्पत दुर्मति:II १ II

વૈશંપાયન બોલ્યા-'વિદુર પાછા આવ્યા છે ને ધૃતરાષ્ટ્રે તેમને સારી રીતે સાંત્વન આપ્યું છે' એ સાંભળીને 

ધૃતરાષ્ટ્રનો દુર્બુધ્ધિ પુત્ર દુર્યોધન ભારે સંતાપ કરવા લાગ્યો.તેણે શકુનિ,કર્ણ ને દુઃશાસનને બોલાવી તેમને કહ્યું કે-

'પાંડુપુત્રોનો હિતૈષી વિદુર પછી આવ્યો છે.ને પાંડવોને પાછા લાવવા વિશે તે ધૃતરાષ્ટ્રનુ મન ફેરવી નાખે 

તે પહેલાં તમે મારા હિતનો વિચાર કરો.પાંડવોને હું કોઈ પણ રીતે અહીં પાછા આવેલા જોઇશ 

તો હું અન્નજળ છોડી દઈશ,ઝેર ખાઈશ,ગળે ફાંસો નાખીશ,કે આગમાં કૂદી આત્મઘાત કરીશ,

તેમને સમુદ્ધ થતા જોવાની હું ઈચ્છા કરતો નથી. (6)

શકુનિ બોલ્યો-હે રાજા તું આવી નાદાન બુદ્ધિ કેમ રાખે છે?તે પાંડવો અહીંથી પ્રતિજ્ઞા લઈને ગયા છે એટલે 

તેઓ પાછા આવશે જ નહિ.તેઓ વચનમાં સ્થિર રહેનારા છે ને તારા પિતાનું કહેવું માનશે જ નહિ.અને 'કદાચ તેઓ તેમનું કહેવું ન માને ને શરત તોડીને પાછા આવે તો અમે અમારો  વ્યવહાર ને વિચારો ગુપ્ત રાખીને,

ને ખુલ્લેખુલ્લા મધ્યસ્થ થઈને,ચાલાકીથી અમે પાંડવોના અનેક છિદ્રો જોતા રહીશું.

દુઃશાસન બોલ્યો-હે મામા,તમે કહો છો તે મારી બુદ્ધિને રુચે છે.(11)


કર્ણ બોલ્યો-હે દુર્યોધન,અમે સર્વ તારા મનોરથો સિદ્ધ થાય એમ જ ઇચ્છીએ છીએ.મને લાગે છે 

આ વિશે અમારા સર્વમાં એકમત છે.તે પાંડવો સમયની અવધિ પુરી કર્યા વગર આવશે જ નહિ,

પણ જો કદાચિત તે મોહપૂર્વક પાછા આવે તો તેમને જૂગટામાં ફરીથી જીતી લેજો'


વૈશંપાયન બોલ્યા-'કર્ણે આમ કહ્યું ત્યારે દુર્યોધન આનંદ પામ્યો નહિ ને એકદમ મુખ ફેરવીને બેસી ગયો.

એટલે દુર્યોધનનો અભિપ્રાય સમજી જઈને કર્ણે શરીરને ટટ્ટાર કરીને ક્રોધપૂર્વક શકુની ને દુઃશાસનને કહ્યું કે-

'હવે તમે મારો મત સાંભળો,સેવકની જેમ આપણે સર્વ હાથરૂપ થઈને રાજાનું નિત્ય પ્રિય કરવા,

આપણે આળસરહિત થઈને બખ્તરો સજી,શસ્ત્રો બાંધી ને વનમાં વસેલા પાંડવોને મારવા જઈશું.

પાંડવો મરી જશે ને અજાણ ગતિને પામશે એટલે આપણે કલેશમુક્ત થઈશું.પાંડવો જ્યાં સુધી દુઃખમાં છે 

ને તેઓ મિત્રો વિનાના છે,ત્યાં સુધી જ આપણે આ પ્રમાણે કરી શકીશું,એવો મારો મત છે' (20)


ત્યારે બધાએ એ મતને અનુમતિ આપીને જુદાજુદા રથોમાં બેસીને પાંડવોને હણવા ઉપડ્યા.

પણ,આ વાતને પોતાની દિવ્યદૃષ્ટિથી જાણીને વ્યાસજી ત્યાં જઈ પહોંચીને સર્વને રોકી લઈને,

ધૃતરાષ્ટ્ર પાસે જઈને તેમને કહેવા લાગ્યા કે-(24)

અધ્યાય-૭-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE