Aug 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-277

અધ્યાય-૭૦-ભીમસેનનાં વચન 

II वैशंपायन उवाच II तथा तु दष्ट्वा वहु तत्र देवीं रोरुपमाणां कुररीभिवार्तांम् I 

नोचुर्वचः साध्वथाप्यसाधुमहीक्षिता धार्तराष्ट्रस्य भीताः  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,ત્યાં,કુરરી પક્ષીની જેમ અત્યન્ત કલ્પાંત કરી રહેલી દેવી,દ્રૌપદીને જોવા છતાં,ધૃતરાષ્ટ્ર પુત્રોથી ભય પામેલા મહીપાલો,સારું કે નરસું કશું જ બોલ્યા નહિ,ને પાંડવોને પણ ચૂપ રહેલા જોઈને દુર્યોધન હસતાં હસતાં દ્રૌપદીને કહેવા લાગ્યો કે-હે યાજ્ઞસેની,તારો આ પ્રશ્ન,હવે ભીમ,અર્જુન,સહદેવ ને નકુલ જ આપી શકશે.તેઓ અહીં સભામાં સાફ કહી દે કે-યુધિષ્ઠિર તારો પતિ નથી અને તેઓ યુધિષ્ઠિરને જુઠા ઠરાવે,તો તું કદાચ દાસીપણામાંથી છૂટી શકે.અથવા યુધિષ્ઠિર પોતે જ આનો જવાબ આપે કે તે તને હોડમાં મુકવાને સમર્થ હતા કે અસમર્થ?એમના વચન પ્રમાણે તું તે વાત સ્વીકારી લે.અરે,આ સર્વ કૌરવો આ સભામાં તારા જ દુઃખમાં પડ્યા છે,

ને તારા અલ્પભાગી પતિઓને જોઈને એ મહાબળવાન રાજાઓ કશું યથાવત બોલતા નથી (6)

વૈશંપાયન બોલ્યા-દુર્યોધનનું આવું વચન સાંભળી સભામાં હર્ષ થયો ને સૌ રાજાઓ તેને સન્માન આપવા લાગ્યા.

તે સર્વ રાજાઓ હવે ત્રાંસાં મુખ કરીને પાંડવો સામે જોઈ કુતુહલતાથી રહ્યા કે તેઓ હવે શું કહે છે?

પછી,જયારે કોલાહલ શમી ગયો ત્યારે,છેવટે ભીમ પોતાનો હાથ ઉગામીને બોલ્યો કે-


'જો આ ધર્મરાજ અમારા ગુરુ ન હોત અને કુળના પ્રભુ ન હોત તો અમે આ અપરાધને સહન કરી લેત નહિ.

તેઓ અમારા પુણ્યના અને તપના ઈશ્વર છે ને અમારા પ્રાણો સુદ્ધાનાં સ્વામી છે,તેઓ જો પોતાને હારેલા માને 

તો અમે હારેલા જ છીએ.પણ,આ ધરતી પર ડગ ધરનારો,કોઈ પણ મનુષ્ય,પાંચાલીના આ કેશોને આંગળી અડાડીને મારે હાથે જીવતો છૂટે એમ નથી.મારા હાથની ભીંસમાંથી સ્વયં ઇન્દ્ર પણ છૂટી શકે તેમ નથી.

પણ,હાલ હું ધર્મપાશથી બંધાયેલો છું ને યુધિષ્ઠિરના ગૌરવને લીધે,ને આ અર્જુનના અંકુશને લીધે આ સંકટને 

પાર કરતો નથી.તેમ છતાં,જો ધર્મરાજ આજ્ઞા આપે તો,સિંહ જેમ ક્ષુદ્ર મૃગોને મારી નાખે છે 

તેમ હું પણ આ પાપી ધૃતરાષ્ટ્ર પુત્રોને માત્ર તમાચા રૂપી તલવારથી કાપી નાખું'

તે વખતે ભીષ્મ,દ્રોણ અને વિદુરે તેને કહ્યું કે-તું ક્ષમા રાખ,હા,આ બધું તારા માટે યથાર્થ સંભવિત જ છે (18)

અધ્યાય-70-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE