Aug 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-271

અધ્યાય-૬૪-દુર્યોધનનાં દુર્વાકયો ને વિદુરનો હિતોપદેશ 

II दुर्योधन उवाच II परेपामैव यशसाश्लाघसे त्वं सदा क्षतः कुत्सयनधार्ताराष्ट्रान I 

जानीमहे विदुर यत्प्रियस्तवं वालानिवास्मानवमन्यसे नित्यमव II १ II

દુર્યોધન બોલ્યો-હે વિદુર,તમે દાસીપુત્ર,અમારા શત્રુઓનાં સદા કીર્તિગાન કરો છો ને અમારી નિંદા કરો છો.

અમે જાણીએ છીએ કે તમને કોણ વહાલા છે? એટલે અમે મૂરખા હોઈએ તેમ તમે અમને અવગણો છો.

અમારો પરાજય ઈચ્છો છો.તમને અમારા પ્રત્યે જે દ્વેષ છે તેના કરતાં વિશેષ,તમે વાણીથી જાહેર કરો નહિ.

જાણે અમે સાપને (તમને)ખોળામાં રાખ્યા છે,વળી,બિલાડાની જેમ તમે પોષણ કરનારને જ હણો  છો.

હે દાસીપુત્ર,પોતાના પાલકને હણનાર શું પાપી નથી? તમે કેમ અને શામાટે આવા પાપથી બીતા નથી?

અમે શત્રુઓને જીતીને મહાન ફળ પામ્યા છીએ,એથી તમે અમને કડવા બોલો રખે કહેતા.

તમે અમારા શત્રુઓ સાથે મેળ રાખવામાં અતિઆનંદ માનો છો પણ તેને લીધે તમે અમારા દ્વેષપાત્ર થાઓ છો.

જે માણસ અમંગળ બોલે છે તે શત્રુતાને વહોરી લે છે.એથી,બુદ્ધિમાન મનુષ્ય,શત્રુની સ્તુતિ કરતી વખતે ગુપ્ત વાત ઢાંકી રાખે છે.તું અમારા આશ્રયે રહીને જ અમને શા માટે અટકાવે છે? ને કેમ મનમાન્યું બોલી નાખે છે?


અમે તારા મનના વિચાર જાણીએ છીએ.પણ ઘરડાઓ પાસેથી બુદ્ધિ કેળવ.ને મેળવેલી આબરૂનું જતન કર.

તું પારકાના કામોમાં હાથ નાખ નહિ,તું તે રખે માનતો કે હું આ દ્યુત કરાવનારો છું.અમને સહનશીલોને,'કઠોર વાગ્બાણોથી ક્ષીણ ન કર.ગર્ભમાં સૂતેલાને જે શાસન આપે છે,તે જ એક શાસનકર્તા છે,બીજો કોઈ નહિ.

ને તે શાસનકર્તાને લીધે જ જળ,નીચાણમાં જાય છે,ને હું પણ તેની પ્રેરણા પ્રમાણે કાર્ય કરું છું.જો મનુષ્ય,

મસ્તકથી પહાડને ફોડે છે ને સર્પને ભોજન આપે છે,તો તેની બુદ્ધિ જ તેને આવા કાર્યની આજ્ઞા કરે છે.


જે માણસ,પરાણે ઉપદેશ આપે છે,તે તો પરિણામે શત્રુને જ પેદા કરે છે.તે મિત્રતામાં રહ્યો હોય તો પણ 

પંડિત મનુષ્ય તેની ઉપેક્ષા જ કરે છે.પંડિતો કહે છે કે-શત્રુવર્ગના,દ્વેષ કરનારા અને ખાસ કરીને અહિતકારી એવા મનુષ્યને ઘરમાં વાસ આપવો જોઈએ નહિ,એટલે તમે અહીંથી ફાવે ત્યાં ચાલ્યા જાઓ,

કુલટા સ્ત્રીને ગમે તેટલી સમજવવામાં આવે તો પણ તે પતિને ત્યજી જ જાય છે/(12)


વિદુર બોલ્યા-હે મહારાજ,જે માણસો,આવો નીતિનો ઉપદેશ કરવાથી,તે ઉપદેશકનો ત્યાગ કરે છે,તેમની મિત્રતા નાશવંત છે કે નહિ? તે તમે કહો.કેમ કે રાજાઓનાં ચિત્ત તો દ્વેષવાળાં હોય છે,તે પહેલાં મીઠીમીઠી વાતો કરે ને પાછળથી મૂસળના ઘા કરાવે છે.હે રાજપુત્ર,તું તારી જાતને પંડિત માને છે અને મને મૂરખ ગણે છે,

પણ,હે મંદબુદ્ધિ,મૂરખ તો તે છે કે,જે એક વખત એક માણસને મિત્ર તરીકે સ્વીકાર્યા પછી તેને દુષણ લગાડે છે.

શ્રોત્રિય બ્રાહ્મણને ઘેર,દુષ્ટ સ્ત્રી જેમ કલ્યાણ કરી શક્તિ નથી,તેમ દુષ્ટ બુદ્ધિવાળાનું મંગલ કરી શકાતું નથી.


હે રાજન,જેમ,કુંવારિકાને સાથ વર્ષનો પતિ ગમતો નથી,તેમ દુર્યોધનને આ ઉપદેશ નાકી જ રુચતું નથી.

તમે હિતકારી કે અહિતકારી એવાં સર્વ કાર્યોમાં પ્રિયની જ આકાંક્ષા રાખતા હો,તો સ્ત્રી,જડ ને પાંગળાને જ પૂછો.

મીઠું બોલનારા પાપી મનુષ્ય તો અહીં ઘણા મળશે પણ કડવું છતાં હિતકારી કહેનાર સહેજે મળનાર નથી.

સ્વામીના ગમા-અણગમાને અલગ રાખીને જે મનુષ્ય ધર્મપરાયણ રહી,અપ્રિય છતાં હિતકારી વચન કહે છે,

તેવા માણસ વડે જ રાજા સહાયવાન ગણાય છે.


હે રાજન,ક્રોધ શાંત કરી તમે શાંતિ પામો તમને ને તમારા પુત્રોને યશ-ધન મળે એમ હું ઈચ્છું છું,

હું તમને નમસ્કાર કરું છું,બ્રાહ્મણો મને પણ મંગલ દર્શાવો.પંડિત મનુષ્ય,ઝેરી દાઢવાળા સર્પોને તેમ જ ઝેરી આંખવાળા મનુષ્યોને કોપાવતા નથી એથી આ હું સાવધાનીપૂર્વક કહું છું.(21)

અધ્યાય-64-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE