Aug 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-270

 
અધ્યાય-૬૩-વિદુરનાં હિતવચન (ચાલુ)

II विदुर उवाच II 

ध्युतं मूलं कलहस्याम्युपैति मिथोभेदं महते दारुणाय I तथा स्थितोय् धृतराष्ट्रस्य पुत्रो दुर्योधनः सृजते वैरमृगम्  II १ II

વિદુર બોલ્યા-જૂગટું કજિયાનું મૂળ છે,તે પરસ્પરમાં ભેદ પડાવે છે,ને આ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનનું આ કૃત્ય,

મહાદારુણ ભય લાવશે ને ઉગ્ર વેર ઉભું કરશે.પ્રતીપવંશી શાંતનુ વંશજો ને બાહલીક રાજસમૂહો,એ સર્વ 

આ દુર્યોધનના અપરાધથી ક્લેશમાં પડશે.જેમ,બળદ મદમાં ગાંડો થઈને પોતાનાં જ શિંગડાંને ભરાવીને 

પોતે ઉખેડે છે,તેમ,આ દુર્યોધન મદે ભરાઈને રાષ્ટ્રમાંથી સુખમંગલનો નાશ કરશે.હે રાજન,જે વીર 

અને વિદ્વાન હોવા છતાં,પોતાની બુદ્ધિને અવગણે છે,ને બીજાની ઈચ્છાને અનુસરે છે,તે સમુદ્રમાં 

નાદાન સુકાનીવાળી હોડીમાં બેસનારા પુરુષની જેમ સંકટમાં આવી પડે છે (4)

યુધિષ્ઠિર સાથે દુર્યોધન દાવ ખેલે છે અને તે જીતે છે,એમ જાણી તમે પ્રસન્ન થાઓ છો,પણ અતિશય વિનોદ એ જ

છેવટે યુદ્ધરૂપ થઇ પડે છે,ને તેથી માણસનો વિનાશ થાય છે.નીચ ફળ આપનારું આ જૂગટું,તમારી આગળ રજૂ

કરવામાં આવ્યું અને તમારો દ્યુતનો નિર્ણય એ તમારા હૃદયમાં આબાદ ઠસી ગયો છે,કે જે યુધિષ્ઠિર સાથે કલહરૂપ

થશે તે જાણવા છતાં તમે એને માન્ય રાખો છો તે નવાઈની વાત છે ! (6)


હે શાંતનુ વંશજો,આ સભામાં મારાં દીર્ઘ વચનો સાંભળો.આ મૂર્ખ દુર્યોધનને પગલે ચાલીને તમે આ મહાઘોર પ્રજ્વલિત અગ્નિમાં પાડશો નહિ.જુગારના મદમાં ઉશ્કેરાઈ જઈને જયારે પાંડવો પોતાના ક્રોધને રોકી શકશે નહિ,

ત્યારે તેઓ ઉછળી પડશે,તો તે વખતે યુદ્ધમાં તમારો આશરો કોણ થશે? 

હે મહારાજ,તમે ધનના ભંડાર છો,ને આ દ્યુત પહેલાં પણ તમારી પાસે પૂરતું ધન છે,તો આ પાંડવોનું ધન જીતી લેશો તો તમને શું વિશેષ લાભ થશે? તમે આ પાંડવોને જ ધનરૂપે સમજી તેમનો સ્વીકાર કરો.

આપણે આ શકુનિના જુગારદાવને જાણીએ છીએ,તે દ્યુતમાં કપટખેલ કરી જાણે  છે,તો શકુનિ જ્યાંથી આવ્યો છે ત્યાં ભલે પાછો ચાલ્યો જાય,પણ તમે આ મહાવિનાશ લાવનારી લડાઈનું કારણ ન બનો (10)

અધ્યાય-63-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE