Aug 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-268

 
અધ્યાય-૬૦-દ્યુતક્રીડાનો આરંભ 

II वैशंपायन उवाच II उपोह्यमाने ध्युते तु राजान: सर्व एव ते I धृतराष्ट्र पुरस्कृत्य विविशुस्तां सभां ततः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,જયારે જુગારનો પ્રરામઃ થયો ત્યારે સર્વ રાજાઓ ધૃતરાષ્ટ્રની આસપાસ થવા આગળ આવ્યા.ભીષ્મ,દ્રોણ,કૃપ અને વિદુર પણ અસંતુષ્ટ ચિત્તથી તેમની પાછળ પાછળ આવ્યા ને આદાન ગ્રહણ કર્યા.

બધાએ આસાન ગ્રહણ કર્યા પછી જુગારનો પ્રારંભ થયો (5)

યુધિષ્ઠિર બોલ્યા-આ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો બહુમૂલ્ય કાંતિમાન મણિરત્નને સોનામાં જડેલો મારો હાર,

કે જે સર્વ હારોમાં સર્વોત્તમ છે,તેને હું દાવમાં લગાવું છું,સામે તમે શું દાવમાં મૂકી ખેલવા માગો છો?

દુર્યોધન બોલ્યો-મારી પાસે પણ બહુ મણિ ને ધન છે,મને ધનનો અહંકાર નથી તમે આ જુગારને જીતો (8)


વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,ત્યારે પાસા ફેંકવાની કળામાં અત્યંત નિપુણ એવા શકુનિએ પાસા હાથમાં લઈને 

ફેંક્યા ને યુધિષ્ઠિરને તે કહેવા લાગ્યો કે-'લો,આ દાવ અમે જીત્યા'  (9)

અધ્યાય-60-સમાપ્ત 


અધ્યાય-૬૧-શકુનિના છળથી પ્રત્યેક દાવમાં યુધિષ્ઠિરની હાર 


II युधिष्ठिर उवाच II मत्त कैनवकेनैव यज्जितोSस्मि दुरोदरे I शकुने हंत दीव्यामो म्लहमानाः परस्परम् II १ II 

યુધિષ્ઠિર બોલ્યા-'હે શકુનિ,દાવમાં કપટ કરીને તું જીતી ગયો છે તો એમાં શાનો ગર્વિત થઈને ફૂલે છે? ચાલ,આપણે ફરીથી સામસામા દાવ નાખીએ.મારી પાસે સહસ્ર સુવર્ણમુદ્રાઓ ભરેલી પેટીઓ,અક્ષય ધનભંડાર ને જાતજાતનાં સોના ચાંદી છે,તે સર્વ ધન હું દાવમાં મુકું છું' ત્યારે શકુનિએ પાસા નાખી તે દાવ જીતી લીધો.


પછી યુધિષ્ઠિર બોલ્યા-'રથોમાં ઉત્તમ,સંહ્રાદન નામનો મારો રાજરથ,કે જેને આઠ સુંદર ઘોડાઓ ખેંચે છે,

એ રથ મારુ ધન છે,હું એનાથી તારી સાથે દાવ લગાવું છું' ત્યારે શકુનિએ પાસા ફેંકી કહ્યું-'અમે તે જીત્યા'

ત્યારે બાદ યુધિષ્ઠિરે પોતાની એકલાખ તરુણ દાસીઓને દાવે લગાડી,ને તે પણ શકુનિએ જીતી લીધી. 

પછી,યુધિષ્ઠિરે એકલાખ દાસોને દાવમાં મુખ્ય,કે જે દાવને શકુનિ જીતી ગયો.(16)


યુધિષ્ઠિર બોલ્યા-હવે,મારી પાસે સુવર્ણની અંબાડીવાળા,રાજાઓને સવારીને યોગ્ય,મોટીકાયવાળા,આઠઆઠ હાથણીઓ વાળા,નગરના દરવાજાને તોડી નાખનારા એકહજાર મગદળ હાથીઓ રૂપી ધનથી દાવ રમું છું.

વૈશંપાયન બોલ્યા-યારે યુધિષ્ઠિરને હસતો હોય તેમ શકુનિએ પાસા ફેંકી કહ્યું-લો,અમે તે જીતી ગયા'


યુધિષ્ઠિર બોલ્યા-'મારી પાસે તેટલા જ રથો છે,તેમને સોનાના ધ્વજદંડો છે,તેને કેળવેલા ઘોડાઓ જોડ્યા છે,

તેમની સાથે વિવિધ યુદ્ધ કરનારા રથીઓ છે,જેમને યુદ્ધ કરવાનું હોય કે ન હોય પણ માસિક હજાર મુદ્રાનું વેતન મળે છે,આ મારું ધન છે ને તે ધનને હું દાવમાં મુકું છું' ત્યારે કપટી શકુનિ,તે દાવ પણ જીતી ગયો.

પછી,યુધિષ્ઠિરે,ચિત્રરથે,અર્જુનને જે તિત્તીરી ને કલ્માષ નામના ગાંધર્વઅશ્વો આપ્યા હતા તે દાવમાં લગાવ્યા.

તેને પણ,શકુનિએ કપટનો આશરો લઇ,ને પાસા ફેંકી કહ્યું કે-'અમે આ અશ્વ જીતી ગયા'


યુધિષ્ઠિર બોલ્યા-'મારી પાસે ઘોડા-બળદ જોડેલા દશ હજાર રથ ને ગાડાંઓ,ને તેમને માટે રાખેલા સાઠ હજાર 

માણસો કે જે મારુ ધન છે તેને હું દાવમાં લગાવું છું' ત્યારે શકુનિ તે દાવ પણ જીતી ગયો.

પછી,યુધિષ્ઠિરે,ચારસો ભંડારો,કે પ્રત્યેકમાં અમૂલ્ય સ્વચ્છ સુવર્ણ મૂક્યું હતું,તે દાવ પર લગાવ્યું.

વૈશંપાયન બોલ્યા-ત્યારે કપટી શકુનિએ દાવ નાખી કહ્યું કે-'એ બધું અમે જીત્યા છીએ'(34)

અધ્યાય-61-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE