Aug 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-267

અધ્યાય-૫૯-યુધિષ્ઠિર અને શકુનિનો સંવાદ 

II वैशंपायन उवाच II प्रविश्य तां सभां पार्था युधिष्ठिरपुरोगमाः I समेत्व पार्थिवान सर्वान् पुजार्हानभि पूज्य च II १ II 

વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરને આગળ રાખીને પાંડવોએ તે સભામાં પ્રવેશ કર્યો,ને સર્વ પુજાયોગ્ય રાજાઓને મળી,તેમનું પૂજન કર્યું,ને વય પ્રમાણે તેમને નમસ્કાર આદિ કરીને,તેઓ મૂલ્યવાન પાથરણાં વાળા વિચિત્ર આસનો પર બેઠા.ત્યારે સુબલપુત્ર શકુનિ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'હે રાજન,તમારા પર સર્વ મીટ માંડી બેઠા છે,

હવે તમે પાસા નાખીને જુગતાની શરત થવા દો (4)

યુધિષ્ઠિર બોલ્યા-હે રાજન,દ્યુત તો ઠગાઈ કે,એ પાપરૂપ છે,એમાં ક્ષત્રિયનું કોઈ પરાક્રમ નથી.કે તેમાં નિશ્ચિત 

નીતિ પણ નથી,તો તમે દ્યુતની પ્રસંશા કેમ કરો છો? જુગારીની ઠગાઈને,લોકો માનભરી નજરે જોતા નથી,

માટે,હે શકુનિ,તું નઠોર થઈને અનુચિત રીતે અમને જીતવાની ઈચ્છા કરીશ નહિ.


શકુનિ બોલ્યો-જે જુગારી,દ્યુતમાં હારજીતને જાણે છે,જે દાવોની ચાલને પકડી પાડે છે,જે દાવ ચલાવવામાં કંટાળતો નથી,ને જે દ્યુતને બરોબર રમી જાણે છે,તે દ્યુતની,સારી-ખરાબ બધી બાજુઓને સહી શકે છે.

હે રાજન,દ્યુતમાં જય-પરાજય તો દૈવની વાત છે.ચાલો,આપણે દ્યુત રમીએ,તમે શંકા રાખો નહિ,

ને દાવમાં વિના વિલંબે જે મુકવાનું હોય તે મુકો.(8) 


યુધિષ્ઠિર બોલ્યા-મુનિશ્રેષ્ઠ અસિત અને દેવલ લહે છે કે-જુગારીઓ સાથે ઠગાઇથી જુગટુ રમવું એ મહાપાપ છે,

યુદ્ધમાં જયપુર્વક જય મેળવો વધુ સારો છે,પણ જુગટાનો જ્ય સારો નથી.આર્ય પુરુષો,જેમ, મ્લેચ્છ ભાષા વપરાતા નથી,તેમ કપટ પણ કરતા નથી.યુદ્ધ,કુટિલતા ને કપટ વિનાનું હોવાથી સત્પુરુષો યુદ્ધનો સ્વીકાર કરે છે.

હે શકુનિ,અમે જે ધન,બ્રાહ્મણને આપી તેની પાસેથી શિક્ષા મેળવવાનો શક્તિપૂર્વક પ્રયત્ન કરીએ છીએ,

તે ધનને તું મર્યાદહીન થઈને,જુગારમાં હરી લેવાનો પ્રયત્ન કર નહિ.હું ધૂર્ત વર્તાવથી સુખ કે ધન પામવાની ઈચ્છા કરતો નથી કેમ કે જુગારના કાર્યને વિદ્વાન પુરુષો સારું સમજતા નથી.(13)


શકુનિ બોલ્યો-એક ક્ષત્રિય બીજા ક્ષત્રિય પાસે જાય,ત્યારે તે શઠતાથી જ વિજય પ્રાપ્ત કરે છે,વિદ્વાન જયારે અવિદ્વાનનો પરાજય કરે તે પણ શઠતા જ છે પણ લોકો એને શઠતા કહેતા નથી.જે દ્યુતવિદ્યામાં પૂર્ણ શિક્ષિત છે તે જ અશિક્ષિત પર વિજય મેળવે છે.એટલે તમે અહીં,મારી પાસે આવીને એમ માનતા હો,કે તમારી સાથે શઠતા 

કરવામાં આવશે અને કદાચ તમને ભય લાગતો હોય તો આ જુગારમાંથી તમે નિવૃત્ત થાઓ.(17)


યુધિષ્ઠિર બોલ્યા-હે રાજન,મને જો કોઈએ આમંત્રણ આપ્યું હોય તો પછી હું પાછો પડતો નથી,એવો મારો 

નિયમ છે.દૈવ બળવાન છે,ને હું દૈવના વશમાં છું.અહીં,જે લોકો ભેગા થયા છે,તેમાં મારે કોની સાથે જુગાર ખેલવાનો છે? એનો નિશ્ચય થઇ જાય પછી જુગારનો પ્રારંભ કરો.


દુર્યોધન બોલ્યો-દાવ પર લગાવવા ધન ને રત્ન હું આપીશ પણ મારી વતીથી મામા શકુનિ રમશે.

યુધિષ્ઠિર બોલ્યા-તારા માટે બીજો જ કોઈ જુગટુ રમે તે મને અનુચિત જણાય છે,એ વાત તમે સમજી લો,

અને બાદમાં તમારી ઇચ્છાનુસાર જુગારના ખેલનો પ્રારંભ કરો.(21)

અધ્યાય-59-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE