Aug 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-263

અધ્યાય-૫૪-દુર્યોધનને ધૃતરાષ્ટ્રનો ઉપદેશ 

II धृतराष्ट्र उवाच II त्वं वै ज्येष्ठो ज्यैष्ठिनेयः पुत्र मा पांडवान् द्विपः I द्वेष्टा ह्यसुखमादत्ते यथैव निवनं तथा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,તું સર્વથી મોટી પટરાણીનો પુત્ર છે,તું પાંડવોનો દ્વેષ કર નહિ.કેમ કે દ્વેષ કરનારો જ મરણના જેવું દુઃખ ભોગવે છે.તે કપટને ન જાણનારા,તારા સમાન ધનવાળા ને મિત્રોવાળા,ને કોઈનો પણ દ્વેષ ન કરનારા 

યુધિષ્ઠિરનો તારા જેવાએ શા માટે દ્વેષ કરવો જોઈએ? કુટુંબીપણા ને પરાક્રમમાં તું યુધિષ્ઠિરની સમાન છે.તો 

તું મુરખાઇથી ભાઈની લક્ષ્મીની શા માટે ઈચ્છા કરે છે? તું એમ ન કર,શાંત પડ ને શોક કર નહિ (3)

તું જો વિભૂતિની આકાંક્ષા રાખતો હોય તો ઋત્વિજો સપ્તતંતુ મહાયજ્ઞ કરે.તે યજ્ઞમાં રાજાઓ પ્રીતિપૂર્વક મહા આદરથી તારે માટે પણ પુષ્કળ ધન,રત્નો ને આભૂષણો ભેટમાં લાવશે.પણ,હે પુત્ર,પરાયા ધન પર ડોળો રાખવો 

એ ભારે નીચનું કામ છે.જે મનુષ્ય,પોતે મેળવેલા ધનથી સંતુષ્ટ રહે છે અને જે પોતાના ધર્મ પ્રત્યે પરાયણ રહે છે,

તે જ સુખ પામે છે.પારકી સંપત્તિમાં હાથ ન નાખવો ને પોતાના કર્મ-ધર્મમાં નિત્ય ઉદ્યોગ પરાયણ રહેવું 

અને સાંપડેલી સંપત્તિનું રક્ષણ કરવું,એ જ વૈભવનું લક્ષણ છે.જે મનુસ્ય વિપત્તિઓમાં દુઃખ પામતો નથી.

જે દક્ષ તથા નિત્ય કાર્યપરાયણ રહે છે,જે જાગ્રત છે અને જે નમ્ર ચિત્તવાળો છે તે સદૈવ મંગલ પામે છે.

તારા હાથરૂપ એવા પાંડવોને તું છેડીશ નહિ,ને તેમના ધન માટે દ્વેષ-દ્રોહ કરીશ નહિ.


હે પુત્ર,તારા એ ભાઈઓ પાસે જેટલું ધન છે,તેટલું,તારી પાસે પણ છે.તેમનો દ્રોહ કરવો અધર્મ છે.જે તારા પિતામહો છે,તે જ તેમના પિતામહો છે.તું યજ્ઞવેદીમાં ધનદાન કર,પ્રિય કામનાઓનો અનુભવ કર,

સ્ત્રીઓ સાથે નિરાંતે વિહાર કર ને પીડામાત્રથી મુક્ત થઈને શાંત થા.(11)

અધ્યાય-54-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE