Aug 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-262

અધ્યાય-૫૩-યજ્ઞના ઐશ્વર્યનું વર્ણન 

II दुर्योधन उवाच II आर्यास्तु ये वै राजानः सन्यसंघ महाव्रताः I पर्याप्तविद्यावक्तारो वेदांतावभृथप्लनाः II १ II

દુર્યોધન બોલ્યો-સત્યવચની,મહાવ્રતી,પૂર્ણ વિદ્યાવાન,વક્તા,વેદાંતવેત્તા,અવભૃથ સ્નાન પામેલા,ધૃતિમાન,

લજ્જાશીલ,ધર્માત્મા અને યશસ્વી એવા જે મુગટધારી આર્ય રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા તે યુધિષ્ઠિરની સેવા 

કરી રહ્યા હતા.ત્યાં યુધિષ્ઠિરના અભિષેક માટે રાજાઓ વ્યગ્રતારહિત રહીને પોતે જ જળપાત્રોને ઊંચકી લાવતા હતા.બાહલીકરાજ સોનાથી શણગારેલો રથ લાવ્યા હતા.સુદક્ષિણ રાજાએ તે રથને કામ્બોજ દેશના સફેદ ઘોડાઓ જોડ્યા હતા.સુનિધે તે રથને નીચે લાકડાનો ટેકો મુક્યો હતો,ચેદિરાજે રથ પર ધજા ચડાવી હતી.

દાક્ષિણાત્ય રાજાએ યુધિષ્ઠિરને બખ્તર સજાવ્યું,મગધરાજે માળાને મુગુટ પહેરાવ્યા હતા.મત્સ્યરાજે તેમને સોનાથી મઢેલા પાસા આપ્યા હતા,એકલવ્યે તેમને મોજડીઓ આપી અને અવન્તીનાથે તેમને અભિષેક માટે વિવિધ જળ આપ્યાં.ચેકિતાન રાજાએ તેમને ભાથો બંધાયો,કાશીરાજે ધનુષ્ય લાવી આપ્યું,શૈલ્યરાજે સુંદર મૂઠવાળી તલવાર આપી.પછી,નારદ,દેવળ અને અસિતમુનિઓને આગળ રાખીને,ધૌમ્યએ તથા વ્યાસજીએ તેમને અભિષેક કર્યો.

તે વખતે પરશુરામ સાથે મહર્ષિઓ તેમજ બીજા વેદપારંગતો,પ્રીતિપૂર્વક પાસે ઉભા હતા.(11)

જેમ,સ્વર્ગલોકમાં,સપ્તર્ષિઓ,દેવોના રાજા ઇન્દ્રની પાસે જાય,તેમ,તેમ તે મહાત્માઓ,પુષ્કળ દક્ષિણા આપી રહેલા તે યુષિષ્ઠિર પાસે મંત્ર ભણતા ઉભા હતા. સાત્યકિએ યુધિષ્ઠિરને માથે છત્ર ધર્યું હતું,અર્જુન અને ભીમ તેમને પવન 

નાખતા હતા,ને નકુલ-સહદેવ તેમને ચામર ઢાળતા હતા.પૂર્વકલ્પમાં પ્રજાપતિએ જે શંખને ઇન્દ્ર માટે લીધો હતો,ને 

વિશ્વકર્માએ તેને હજારો સુવર્ણની ટીલડીઓથી શણગાર્યો હતો,તે વારુણ શંખને,સમુદ્રે યુધિષ્ઠિરને આપ્યો હતો,

જયારે,તે જ શન્ખઠો શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને અભિષેક કર્યો,ત્યારે મને તમ્મર ચડી આવ્યા હતા.


ઉત્તર સમુદ્રમાંથી લાવવામાં આવેલા સેંકડો શંખો,એકી વખતે જયારે ફૂંકવામાં આવ્યા ત્યારે જે નાદો ઉઠયા,ત્યારે મારાં રૂવાં ખડાં થઇ ગયાં હતાં.અમુક નિસ્તેજ રાજાઓ તો પૃથ્વી પર પડી ગયા હતા,તેને જોઈને,બધા હસી પડ્યા .હતા.પછી,પ્રસન્ન થયેલા અર્જુને,સોનાથી મઢેલ શિંગડાં વાળા પાંચસો આખલાઓ બ્રાહ્મણોને ભેટ આપ્યા હતા.

આમ,હરિશ્ચન્દ્રની જેમ,રાજસૂય યજ્ઞ કરીને યુધિષ્ઠિર જેવા પરમલક્ષ્મીવાન થયા હતા,તેવા ન તો નાભાગ,માંધાતા,

મનુ,પૃથુરાજ,ભગીરથ,યયાતિ કે નહુષ થયા હતા.આવી રાજલક્ષ્મી જોયા છતાં,હે પિતા,મારા જીવતા રહેવામાં તમે શું ભલું જુઓ છો? હે રાજન,જેમ આંધળો,હાલના બળદોને ઉલ્ટા-સુલટા જોડી દે છે,તેમ વિધાતાએ પણ 

આંધળા થઈને આ યુગને વિપરીત પ્રવર્તાવ્યો છે.નાનાઓ વૃદ્ધિ પામે છે ને મોટાઓ ક્ષય પામે છે.આ સર્વ જોઈને,વિચાર કરતાં,મને (દ્વેષના લીધે) શાંતિ મળતી નથી,ને તેથી જ હું દુબળો,ફિક્કો ને શોક્ગ્રસ્ત થયો છું.(26)

અધ્યાય-53-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE