Aug 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-261

અધ્યાય-૫૨-યજ્ઞમાં આવેલી વિવિધ ભેટોનું વિશેષ વર્ણન 

II दुर्योधन उवाच II दावं तु विविधं तस्मै शृणु मे गदनोSनघ I यज्ञार्थं राजभिर्दत्तं महान्तं धनसंचयम् II १ II 

દુર્યોધન બોલ્યો-હે રાજન,રાજાઓએ યજ્ઞનિમિત્તે,યુધિષ્ઠિરને જે મહાન ધનસંચય આપ્યો હતો ને તેમને જે ભેટો આપી હતી,તે હું તમને કહું છું તમે સાંભળો.મેરુ અને મંદર પર્વતોની વચ્ચે રહેતી ખસ,પારદ,કુલિંદ આદિ જાતિના રાજાઓ,પિપીલક નામના સોનાના ઢગને વાસણોમાં ભરીને લાવ્યા હતા,પહાડી રાજાઓ ચામરો,હિમાલયના પુષ્પોમાંથી થયેલું અતિ સ્વાદિષ્ટ મધ,ઔષધિઓ,માળાઓ લઈને આવ્યા હતા,ને દ્વારે શિર નમાવી ઉભા હતા.

હિમાલયના પાછલા ભાગમાં રહેનારા કિરાતો,ચંદન-કાલાગરુના લાકડાં,ચામડાં,રત્નો,સુવર્ણ,સુગંધીદાર પદાર્થો.

દશ હજાર દાસીઓ મૃગો તેમજ પંખીઓ લઈને આવ્યા હતા,ને દરવાજે રાહ જોઈને ઉભા હતા.

દ્વારપાળોએ રાજાની આજ્ઞાથી તે સર્વને કહ્યું હતું કે-'તમે થોભી જાઓ.ભેટ અનુસાર સર્વને પ્રવેશ મળશે'

કેટલાક રાજાઓ,કામ્યક સરોવરની આસપાસ વસનારા એક હજાર હાથીઓ ભેટ આપીને પ્રવેશ પામ્યા હતા.


ઇન્દ્રના અનુચર ચિત્રરથ નામના ગંધર્વે પવનવેગી ચારસો ઘોડાઓ આપ્યા હતા,ને તુમ્બરુ નામના ગંધર્વે,

સોનાની માળાવાળા સો ઘોડાઓ અર્પણ કર્યા હતા.વિરાટરાજે સુવર્ણની સાંકળવાળા બે હજાર મસ્ત હાથીઓ ભેટ કર્યા હતા.વસુદાન રાજા છવીશ હાથીઓ ને બે હજાર ઘોડાઓ લાવ્યા હતા,રાજા દ્રુપદે,ચૌદ હજાર દાસીઓ,

ને દશ હજાર દાસો આપ્યા હતા વળી,તેમણે સેંકડો હાથીઓ,રથો તેમ જ પોતાનું સમગ્ર રાજ્ય સુદ્ધાં,

અર્પણ કર્યું હતું.વાસુદેવ શ્રીકૃષ્ણે,ચૌદ હજાર શ્રેષ્ઠ હાથીઓ આપ્યા હતા.

ચોલ અને પાંડ્ય દેશના રાજાઓ સુગંધીદાર ચંદન રસોને,ચંદન અને અગરુના ભારાઓ,મણિઓ,રત્નો,સુવર્ણ આદિ લઈને આવ્યા હતા,પણ તેમને દ્વારમાં પ્રવેશ મળ્યો નહોતો.સિંહલ વાસીઓ,સમુદ્રમાં પાકેલ વૈડૂર્ય મણિઓ,

તથા મોતીઓ લઈને આવ્યા હતા ને દરવાજે રાહ જોઈ ઉભા હતા.વળી,બ્રાહ્મણો,ક્ષત્રિયો વૈશ્યો,શુદ્રો,મ્લેચ્છો,

આદિ સર્વ જાતિના લોકો યુધિષ્ઠિરની સેવામાં આવ્યા હતા.આ રીતે,રાજાઓએ,યુધિષ્ઠિરને જે અનેક જાતની 

ભેટો આપી હતી તે સર્વ જોઈને મને *ઈર્ષાથી) દુઃખને લીધે મરી જવાની ઈચ્છા થઇ આવી હતો.(42)


યુધિષ્ઠિરની તે ભૂમિ પર,કોઈ ભૂખ્યો તરસ્યો,અલંકાર વગરનો કે સત્કાર પામ્યાં વગરનો નહોતો.

સંતુષ્ઠ થયેલા તે સર્વે 'શત્રુઓના નાશ' ની આશિષો આપે છે.વળી,યુધિષ્ઠિરના ભવનમાં,બીજા દશ હજાર 

ઉર્ધ્વરેતા યતિઓ સોનાની થાળીમાં ભોજન કરે છે.ત્યાં આવેલા સર્વ મનુષ્યો 'જમ્યાં છે કે નહો?' તેની સંભાળ 

દ્રૌપદી,પોતે ભૂખી રહીને રાખે છે,હે ભારત,સંબંધને લીધે પાંચાલોએ અને મિત્રતાને લીધે,

અંધકવૃષ્ણીઓએ તે કુંતીપુત્ર યુધિષ્ઠિરને કર આપ્યા નહોતા (56)

અધ્યાય-52-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE