Aug 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-260

 
અધ્યાય-૫૧-દુર્યોધને કરેલું યજ્ઞની ભેટોનું વર્ણન 

II दुर्योधन उवाच II यन्मया पांडवेयनां दृष्टं तच्छृणु भारत I आह्वतं भूमिपालैहि वसुमुख्यं ततस्ततः II १ II 

દુર્યોધન બોલ્યો-હે ભારત,દેશદેશના રાજાઓ,પાંડુનંદનો માટે જે ધન લાવતા હતા તે જોઈને હું મૂઢ થઇ ગયો હતો,

મને યાદ પણ નથી કે કયા દેશથી,કોણ,કેટલું ધન લાવ્યા હતા ! તો પણ જે મુખ્ય હતું તે તમે સાંભળો.

કાંબોજરાજે સોનાથી મઢેલી અનેક શાલો,શ્રેષ્ઠ મૃગચર્મો,ત્રણસો ઘોડાઓ ને ત્રણસો ઊંટો ભેટ ધર્યા હતાં.

ગાયબળદથી આજીવિકા ચાલાવનાર ગોવાસન બ્રાહ્મણો,ત્રણ ખર્વ જેટલા ધનની ભેટ લાવ્યા હતા,

તેમને દરવાજે રોકવામાં આવ્યા હતા,તેથી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.ને ગાયો પાળનારા સેંકડો બ્રાહ્મણોના 

ટોળાઓ,સુવર્ણના સ્વચ્છ કમંડલુંઓ ઘીથી ભરીને આવ્યા હતા,ને તેઓ પણ અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.

વળી,ભરુંકચ્છવાસી,શુદ્રો,એક લાખ દાસીઓને,બ્રાહ્મણોને યોગ્ય એવા રંકુમૃગચર્મોને ને ઘોડાઓ ભેટરૂપે લાવ્યા હતા.અને વરસાદના પાણીથી ધન્ય ઉગાડી ખેતી કરનારા આહીર-આદિ ખેડૂતો,વિવિધ રત્નો,સુવર્ણ,ગાયો,બકરાં,

ઊંટ,ફળમાં થયેલું મધ ને વિવિધ કંબલો જેવી વિવિધ ભેટો લઈને આવ્યા હતા,તેમને પણ દરવાજે રોક્યા હતા.

મ્લેચ્છોનો અધિપતિ રાજા ભગદત્ત,યવનો સાથે જાતવાન ઘોડાઓ લઈને આવ્યો હતો,ને દરવાજે ઉભો હતો.

બીજા અનેક જુદીજુદી દિશાઓમાંથી આવેલા દ્વયક્ષ,મ્યક્ષ આદિ જાતિઓના લોકોને પણ દરવાજે રોક્યા હતા.


એકપાદ રાજાઓએ તે યુધિષ્ઠિરને,મેઘધનુષ્યના જેવા અનેકવિધ રંગવાળા,મનોવેગીને અતિઝડપી એવા ઘોડાઓ ને અતિમૂલ્યવાન સુવર્ણ અર્પણ કર્યું હતું.વળી,ચીનાઓ,શકો,બર્બરો,વનવાસીઓ,હિમાલયવાસીઓ,ને 

દ્વીપવાસીઓ,મોટીકાયવાળા,સો કોશ પંથ કાપનારા,કેળવેલા,પ્રખ્યાત એવા દશ હજાર ગધેડાઓ,ઉનના ને રેશમનાં વસ્ત્રો,મૃગચર્મો,તલવારો,પરશુઓ,ફરસીઓ,વિવિધ જાતના રસો,સુગંધીદાર પદાર્થો,ને હજારો રત્નો,ભેટરૂપે લઇને આવ્યા હતા,ને તેઓ પણ દરવાજે તેમને અટકાવવામાં આવતાં,રાહ જોતા ઉભા હતા.

શાક,તુષાર,કંક,શૃંગી આદિ જાતિના લોકો,એક અર્બુદ ઘોડાઓ,સેંકડો પદ્મ જેટલું સુવર્ણ અને વિવિધ ભેટો લઈને આવ્યા હતા,ને તેઓ પણ દરવાજે રાહ જોઈને ઉભા હતા.પૂર્વ દેશના અધિપતિ રાજાઓ,મહામુલાં આસનો,વાહનો,કવચો,શસ્ત્રો,સોનાથી શણગારેલા ઘોડાઓ,રથો હાથીઓ,રત્નો,ને મહાદ્રવ્ય આપીને,

પાંડવોના યજ્ઞમંદિરમાં પ્રવેશ કરી શક્યા હતા.(35)

અધ્યાય-51-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE