Aug 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-258

 
અધ્યાય-૪૯-દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહેલી વાત 

II वैशंपायन उवाच II अनुभृय तु राज्ञस्तं राजसूयं महक्रतुम् I युधिष्ठिरस्य नृपतेगांधारीपुत्रर्भुयतः II १ II 

વૈશંપાયન બોલ્યા-ગાંધારીપુત્ર દુર્યોધનની મનોદશા અને તેનો મત જાણી,તે શકુનિ,રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયો 

અને તેમને કહેવા લાગ્યો કે-'હે મહારાજ,દુર્યોધન ફિક્કો પાંદડી ગયો છે,પીળો થઇ ગયો છે ને સુકાઈ ગયો છે.

હે રાજન,તે રાંક થઇ ગયો છે ને ચિંતાથી ઘેરાઈ ગયો છે,તમે તેની સંભાળ લો.શત્રુના કારણે તમારા પાટવીકુંવરના હૃદયમાં જે શોક ઉપજ્યો છે તેની તમે કેમ સારી રીતે તપાસ કરી જાણી લેતા નથી? (5)

ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે દુર્યોધન,તું શા કારણે અત્યંત દુઃખી થયો છે? શકુનિ કહે છે કે તું ફિક્કો,દુબળો પડી ગયો છે,પણ મને તારા શોકનું કારણ સમજાતું નથી.હે પુત્ર,આ બધું મહાન ઐશ્વર્ય તારે જ ચરણે છે,ભાઈઓ ને મિત્રજનો તારું અપ્રિય આચરતા નથી,તું સારાં વસ્ત્રો પહેરે છે,સારાં ભોજન લે છે,ઉમદા ઘોડાઓ પર સવારી કરે છે,તો પછી શા કારણથી દુબળો થઇ ગયો છે? મહામૂલાં શયનો,મનોરમ રમણીઓ,મનોહર વિહારસ્થાનો-આદિ સર્વ ભોગો 

તારે ચરણે હોવા છતાં,ને તું પોતે સમર્થ હોવા છતાં,દીનની જેમ શા માટે શોક કરે છે?(11)


દુર્યોધન બોલ્યો-હું ખાઉં છું,પહેરું  તો એક નિર્માલ્યની જેમ જ છે.સમય વ્યતીત કરવા માટે હું આ અસહનીય સ્થિતિને સહન કરી રહ્યો ચુ.શત્રુની ઉન્નતિને સહન ન કરનારો જે પુરુષ,પોતાનાં પ્રજાજનો ઉપર આવતાં,શત્રુ તરફનાં કષ્ટોને દૂર કરવા ઈચ્છે છે ને તે જો શત્રુ પર ચડાઈ કરે,તો જ તે સાચો પુરુષ કહેવાય છે. 

સંતોષ,દયા ને ભય-એ લક્ષ્મીનો ને અભિમાનનો નાશ કરે છે.જે આ સંતોષ-આદિથી ઘેરાયેલો છે તે મહાપદને મેળવી શકતો નથી.મને નિસ્તેજ કરી મૂકતી યુધિષ્ઠિરની રાજ્યસંપત્તિને જોઈને,મારા ભોગવેલા ભોગો મને આનંદ ઉપજાવતા નથી.આમ,શત્રુને સમૃદ્ધિ પામતો ને મને ક્ષય પામતો જોઈને હું ફિક્કો,રાંક,દુબળો થઇ ગયો છું.(15)

જેમને દરેકને ત્રીસત્રીસ દાસીઓ છે,તેવા અઠ્યાસી હજાર ગૃહસ્થી સ્નાતકોનું,તે યુધિષ્ઠિર ભરણપોષણ કરે છે.

વળી,યુધિષ્ટિરના ભવનમાં નિત્ય દશ હજાર બીજા બ્રાહ્મણો,સોનાના થાળમાં નિત્ય ભોજન જમે છે.

યુધિષ્ઠિરના તે યજ્ઞમાં અનેક રાજાઓ અનેક રત્નો ને ધન લાવ્યા હતા,તે યજ્ઞમાં ધનની જેવી પ્રાપ્તિ થઇ છે,તેવી મેં પૂર્વે ક્યારેય સાંભળી કે જોઈ નથી,તે ધનસાગર જોઈને હું ચિંતામાં પડી ગયો છું.મને જરા પણ ચેન પડતું નથી.

અરે,ખેડૂતો,બ્રાહ્મણો આદિ પણ ભેટો લઈને આવ્યા હતા,ને સેંકડોની સંખ્યામાં તેમનું ટોળું,દરવાજે ઉભું હતું,

ને તેમાંના કેટલાયે અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.(25)


દેવવધૂઓ,સ્વયં ઇન્દ્ર માટે જે મધુ (સોમ) લાવતી નથી,તે વરુણપ્રેષિત મધુ,મહાસાગરે,તે યુધિષ્ઠિરને,કાંસાના પાત્રમાં આપ્યું હતું.અનેક રત્નોથી વિભૂષિત કરેલા ને જલપૂર્ણ એવા હજારો સુવર્ણકળશો ને ઉત્તમ શંખોથી 

સ્વયં વાસુદેવે તે યુધિષ્ઠિરના ઉપર અભિષેક કર્યો હતો.આ બધું જોઈને મને તો જાણે તાવ જ ચડી ગયો હતો.

હે પિતા,ખેચરો સિવાય બીજું કોઈ ઉત્તર સમુદ્ર તરફ જતું નથી 

છતાં ત્યાં જઈને અર્જુન,દંડરૂપે અપાર ધન લઈને આવ્યો હતો.


હે પિતા,ત્યાં એવો સંકેત કરવામાં આવ્યો હતો કે જયારે એક લાખ બ્રાહ્મણોને પીરસાઈ રહેતું,ત્યારે 

શંખધ્વનિ કરવો,ને ત્યારે એ શંખ એટલી બધી વખત બજ્યા કરતો હતો કે મારાં રુવાંડાં ઊભાં થઇ 

જતાં હતાં.રત્નો લઈને આવેલા મહીપાલો,ત્યાં બ્રાહ્મણોને પીરસતા હતા.હે રાજન,તે વખતે 

યુધિષ્ઠિરની જેટલી લક્ષમી જણાતી હતી,તેટલી તો ઇન્દ્રની,યમની કે વરુણની પણ નહોતી.

તે મહાલક્ષ્મીને જોઈને હું મનમાં બળીરહ્યો છું ને મને જરા પણ શાંતિ મળતી નથી.(36)


ત્યારે શકુનિએ દુર્યોધનને કહ્યું-હે દુર્યોધન,પાંડવો પાસે જે અતુલ લક્ષ્મી છે,તે મેળવવાનો ઉપાય મારી પાસે છે.

આખી પૃથ્વી પર હું પાસાઓ નાખવામાં પ્રસિદ્ધ છું,પાસો જાય આપશે કે પરાજય આપશે તે હું જાણું છું.

પાસામાં દ્રવ્યનો ઉપયોગ કરી જાણું છું.તેમ જ દિશા ને કાળની અનુકૂળતા આદિની વિશેષતાને જાણું છું.

યુધિષ્ઠિરને દ્યુત રમવાનો શોખ છે,પણ બાજી રમવામાં તે કુશળ નથી,યુદ્ધ અને દ્યુત માટે તેને તેડવામાં આવતા,

તે ચોક્કસ આવી પહોંચશે,ત્યારે કપટ કરીને હું તેને હરાવીશ અને તારા માટે તેની સમૃદ્ધિ જીતી લઈશ.(40)


શકુનિના વચન પ્રમાણે દુર્યોધને પિતાને કહ્યું કે-'હે પિતા,જુગટુ જાણનાર આ શકુનિ,જુગારથી પાંડુપુત્રની લક્ષ્મી હરણ કરવાનો ઉત્સાહ રાખે છે,તો તે માટે તમારે તેને અહીં બોલાવવાની આજ્ઞા આપવી જોઈએ'

ધૃતરાષ્ટ્ર બોલ્યો-હું વિદુર મંત્રીની સલાહ પ્રમાણે ચાલુ છું,એટલે તેને મળીને હું આ કાર્યનો નિર્ણય જણાવીશ,

કેમ કે તે,દીર્ઘદર્શી,ધર્મને આગળ રાખીને બંને પક્ષોને યોગ્ય એવો પરમ હિતકારી નિર્ણય કરશે.(44)

દુર્યોધન બોલ્યો-તે વિદુર આવશે તો તે ચોક્કસ અમને દ્યુત રમતાં અટકાવશે,ને તમે આમ રોકાઈ જશો તો હું ચોક્કસ મરણને ભેટીશ.હું મરી જાઉં પછી,તમે વિદુર સાથે સુખી થાજો,તમારે મારુ શું કામ છે?

વૈશંપાયન બોલ્યા-દુર્યોધનના આવા આર્તવચનો સાંભળીને ધૃતરાષ્ટ્ર પુત્રમોહથી પીગળી ગયો ને દુર્યોધનના મતનો થયો,તેણે સેવકોને બોલાવીને કહ્યું કે-'એક સુંદર સભા તૈયાર કરો,તેને રત્નોથી જડીને મને જાણ કરો'


રાજા ધૃતરાષ્ટ્રે,દુર્યોધનની શાંતિ માટે,તેને મદદ કરવાનો નિશ્ચય કર્યો,ને પછી તેણે વિદુરને બોલાવવા માણસ મોકલાયો.આમ તો તે વિદુરને પૂછ્યા વિના કશો જ નિર્ણય કરતો નહોતો,તેમ જ જુગારમાં રહેલા દોષોને પણ 

તે જાણતો હતો,તેમ છતાં તે પુત્ર પ્રત્યેના સ્નેહમાં તણાઈ ગયો.વિદુરને તેમના આ નિર્ણયથી,ને વિનાશની 

સંભાવના આવતી જોઈને અત્યંત દુઃખ થયું,ને ધૃતરાષ્ટ્રના ચરણમાં શિર નમાવીને બોલ્યા-'હે મહારાજ,તમારા 

આ નિશ્ચયને હું અભિનંદન આપતો નથી,તમે દ્યુતને કારણે,પુત્રોમાં ભેદ પડે નહિ તેવું કરો' (54)


ધૃતરાષ્ટ્ર બોલ્યો-'હે વિદુર,જો દેવો આપણી પર કૃપા કરશે તો પુત્રોમાં કલહ થશે નહિ,એમાં સંશય નથી.

આથી,શુભ હો કે અશુભ હો,હિતકારી હો કે અહિતકારી હો,તો પણ આ પુત્રો ભલે જુગટુ રામે,નિઃસંશય 

દૈવ જ એવું છે.વળી,હું,ભીષ્મ,દ્રોણ તેમ જ તમે પાસે હોઈશું,એટલે ભાફયે નિર્મેલો અન્યાય કોઈ રીતે થશે નહિ.

આથી તમે રથ જોડીને ખાંડવપ્રસ્થ જાઓ ને યુધિષ્ઠિરને તેડી લાવો' ત્યારે વિદુર 'હવા આ કુળનું આવી બન્યું છે'

એમ વિચારીને અત્યંત દુઃખી થઈને ભીષ્મ પાસે ગયા. 

અધ્યાય-49-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE