અધ્યાય-૪૨-ભીમસેનનો ક્રોધ
II शिशुपाल उवाच II स मे बहुमतो राजा जरासंघो महाबलः I योSनेन युद्धनेयेष दासोSयमिति संयुगे II १ II
શિશુપાલ બોલ્યો-તે મહાબળવાન રાજા જરાસંઘને હું માં આપું છું કેમ કે તેણે 'આ કૃષ્ણ તો દાસ છે'
એમ ગણીને તેની સાથે રણમાં યુદ્ધ કરવાની ઈચ્છા કરી નહોતી.કૃષ્ણે,ભીમે ને અર્જુને તેના વાદ્યનું જે કાર્ય કર્યું છે
તે કાર્ય યોગ્ય હતું એમ કોણ માની શકે તેમ છે? તે જરાસંઘના પ્રભાવથી ડરીને તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને છીંડેથી તેના રાજ્યમાં પેઠા હતા.આ દુરાત્મા કૃષ્ણને જયારે જરાસંઘે પાદ્યપૂજન આપવા માંડ્યું.ત્યારે પોતાને બ્રાહ્મણ તરીકે ન જાણનારા તેણે તે સ્વીકારવાની ઈચ્છા કરી નહિ ને ભોજન કરવાની પણ ના પાડી હતી.
હે મૂર્ખ ભીષ્મ,તું જો આ કૃષ્ણને માટે એમ માનતો હોય કે 'તે જગતનો કર્તા છે' તો તે પોતે પોતાને યથાર્થ રીતે બ્રહ્મ કેમ સમજતો નથી?મને આશ્ચર્ય લાગે છે કે,તું આ પાંડવોને સત્પુરુષોના માર્ગમાંથી હટાવી રહ્યો છે,ને છતાં
આ કાર્યને તું સારું ને ધર્મવાળું માને છે ! ખરે,તો સ્ત્રીના જેવા ધર્મવાળો અને વય વટાવી ગયેલો તું એમનો
પથ પ્રદર્શક છે,માટે તું આવું કાર્ય કરાવડાવે છે,તેથી તેમાં આશ્ચર્ય પણ શું હોઈ શકે? (8)
વૈશંપાયન બોલ્યા-શિશુપાલનાં આવાં કઠોર ને કર્કશ વચનો સાંભળીને ભીમસેનને ક્રોધ ચડ્યો,તેની આંખો લાલ થઇ,કોપથી દાંત કચકચાવી રહેલો તે વેગપૂર્વક જરાસંઘ પર કૂદકો મારવા જ જતો હતો,પણ ત્યારે ભીષ્મએ તેને પકડી રાખ્યો.ને વિવિધ વાક્યોથી તેને વારીને તેનો ક્રોધ શાંત કરવાની આજ્ઞા આપી,તેથી તે શાંત થયો.
પણ,શિશુપાલ,તે ક્રોધથી સિંહના જેમ ઉછળતા ભીમસેનને કશી વિસાતમાં ગણતો નહોતો.
ને તે ભીષ્મને કહેવા લાગ્યો કે-'હે ભીષ્મ,તું એ ભીમને છોડી દે,આ રાજાઓ પણ ભલે જુએ કે,
જેમ,અગ્નિ પતંગિયાને ભસ્મ કરી દે છે તેમ મારો પ્રભાવ પણ એને કેવો ભસ્મ કરી દે છે.'
ત્યારે,શિશુપાલનાં એ વચન સાંભળીને બુદ્ધિમાન કુરુશ્રેષ્ઠ ભીષ્મ,ભીમને કહેવા લાગ્યા કે-(20)
અધ્યાય-42-સમાપ્ત