Jul 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-250


અધ્યાય-41-શિશુપાલનાં વચન 

II शिशुपाल उवाच II विधिपिकर्गभबदर्यामिपयन्मर्वपार्थिवान I न व्यपत्रपसे कम्मादवृद्धःमन् कुलपांमन II १ II

શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,તું વૃદ્ધ છે ને કુળને કલંક લગાવી રહ્યો છે.તું અનેક ડરામણીઓ બતાવીને,રાજાઓને બીવડાવતાં શરમાતો કેમ નથી?નપુંસકના સ્વભાવમાં રહેનારા તને જ આમ ધર્મરહિત અર્થવાળાં વચન બોલવાં શોભે એવાં છે,કેમ કે તું કુરુઓમાં વૃદ્ધ છે.હે ભીષ્મ,જેમ એક નાવ બીજી નાવને બંધાઈને ચાલતી હોય છે અને જેમ એક આંધળો બીજા આંધળાને અનુસરતો હોય છે,તેમ,તું જેનો અગ્રણી છે,તે કુરુઓ પણ તારી પાછળ પગલાં મૂકે છે.આ કૃષ્ણનાં ભૂતકાળનાં અનેક વિવિધ કર્મોનું કીર્તન કરીને તેં અમારા મનને અત્યંત વ્યથા આપી છે (4)

હે ભીષ્મ,મૂર્ખ અને અભિમાની એવો તું કેશવની ભાટાઈ કરવા ઈચ્છે છે,તો તારી જીભના સેંકડો ચીરા કેમ થઇ જતા નથી? સાવ મૂરખ લોકો પણ જેની નિંદા કરી શકે એમ છે,તે ગોવાળિયાને તું જ્ઞાનવૃદ્ધ હોવા છતાં,શા માટે આકાશમાં ચડાવવા માગે છે? (નોંધ-શિશુપાલના પ્રત્યેક નિંદક વાક્યોનો અર્થ સ્તુતિ રૂપે પણ થાય છે,કારણકે,ભગવાનની નિંદા કરનારા વેનને બ્રાહ્મણોએ નરકમાં નાખ્યો હતો,પણ તેમ ન કરતાં,ભગવાને શિશુપાલને પોતાનું સાયુજ્ય આપ્યું છે-અનિલ)


હે ભીષ્મ,આ કૃષ્ણે બાળપણમાં (પૂતનારૂપી) એક પંખીડુ માર્યું,ને યુદ્ધમાં નિષ્ણાત નહિ એવા બે અશ્વ ને આખલાને માર્યા,એમાં તો એને કઈ મોટી ધાડ મારી છે? એણે જે ચેતનારહિત લાકડાના ગાડાને પગથી પાડ્યું નાખ્યું,એમાં તે વળી કયું આશ્ચર્ય છે? કીડીના રાફડા જેવા ગોવર્ધનને એણે એક અઠવાડિયા સુધી ધારણ કરી રાખ્યો,તે મારે મન કોઈ નવાઈ જેવું નથી.એ કૃષ્ણે,જેનું (જે રાજાનું) અન્ન ખાધું  હતું તે કંસને મારી નાખ્યો.

સ્ત્રીઓ,ગાયો,બ્રાહ્મણો ઉપર તેમ જ જેનું અન્ન ખાધું હોય,ને જેનો આશ્રય લીધો હોય તેઓ પર કદી શસ્ત્રો 

ચલાવાય નહિ.તે વિશે તો તને ખબર જ હશે.ધર્મનિષ્ઠ પુરુષો સજ્જનોને સદા એવો જ આદેશ આપે છે,

પણ તારા વિશે,આ લોકમાં બધું મિથ્યા જ જણાય છે. (14)


હે કૌરવાધમ,જાણે,હું ના જાણતો હોઉં તેમ,તું કેશવને જ્ઞાનવૃદ્ધ,શ્રેષ્ઠ અને મહાન કહી તેની બડાઈ હાંકે છે,

પણ,ગોહત્યા,સ્ત્રીહત્યા કરનારો હોવા છતાં એ કૃષ્ણનું નામ,કેવળ તારા વચનથી કેમ પૂજા યોગ્ય થાય?

તું કહે છે કે-કૃષ્ણ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે અને એ જ જગતનો પ્રભુ છે,ને એ કૃષ્ણ પણ પોતાના વિશે બધું યોગ્ય 

માની બેસે છે,પરંતુ તે કહેવું ને માનવયુ તે બંને જુઠ્ઠાણું છે.કોઈ ગાથા બહુ વાર ગાવામાં આવે તો,તે ગાનારને બાધા કરતી નથી,કેમ કે તે પોતાના પ્રકૃતિને જ અનુસરે છે,તારી પ્રકૃતિ (સ્વભાવ) અધમ છે,એમાં સંશય નથી.


હે ભીષ્મ,તું જેમનો માર્ગદર્શક છે,તે પાંડવોની પ્રકૃતિ તો તારાથી એ પાપી ગણાય એમ છે,તું સત્પુરુષોના માર્ગથી પતિત થયો છે અને અધાર્મિક બન્યો છે.કેમ કે તેં આ અધાર્મિક કાર્ય કર્યું છે.જો તું ધર્મ જાણતો હોત તો તારી બુદ્ધિ ઊંચા જ્ઞાનવાળી હોત.પોતાને પ્રાજ્ઞ માનનારા તેં,મનમાં બીજા (પુરુષની)કામના વળી અંબા નામની ધર્મજ્ઞ કન્યાને શા માટે હરી હતી? તારા ભાઈએ (વિચિત્રવીર્યે) તો તે કન્યાને સ્વીકારવાનું ઇચ્છયું નહોતું,કેમ કે તે સત્પુરુષોના માર્ગને અનુસરતો હતો.તારી આંખ આગળ જ તારા ભાઈ(પાંડુ)ની બે પત્નીઓમાં પરપુરુષથી બાળકો થયા છે.

તારામાં ધર્મ ક્યાંથી?તારું આ બ્રહ્મચર્ય વ્યર્થ છે,તું નિઃસંશય ભ્રમથી કે નપુંસકપણાથી બ્રહ્મચર્ય વ્રત પાળે છે (26)


હે ભીષ્મ,હું ક્યારેય તારી ઉન્નતિ જોતો નથી.તું જે પ્રમાણે ધર્મ વિશે બોલ્યો છે તે જોતાં લાગે છે કે તેં વૃદ્ધોને સેવ્યા નથી.ઇષ્ટકર્મ,દાન,અધ્યયન અને બહુ દક્ષિણાવાળા યજ્ઞોનાં ફળો,એ બધા પુત્રરુપી ફળના સોળમા ભાગની બરાબર પણ નથી.ઘણાં વ્રતો ને ઉપવાસથી જે પુણ્ય મેળવ્યું હોય,તે પુત્ર વગરનો હોય તો તે પુણ્ય એળે જાય છે.

તું નિઃસંતાન છે,વૃદ્ધ છે અને મિથ્યા ધર્મને અનુસરનારો છે,તો તું પણ તારા જ્ઞાતિજનોના જ હાથે પેલા હંસની 

જેમ વધ પામશે.પૂર્વે જ્ઞાનવેત્તાઓ હંસની કથા કહેતા હતા તે હું તને સંભળાવું  છું.(31)


પૂર્વે સમુદ્રના તટ પર એક વૃદ્ધ હંસ રહેતો હતો કે જે મુખથી ધર્મની વાતો કરનારો પણ આચરણમાં તેનાથી ઊંધું જ 

વર્તનારો હતો.ને પક્ષીઓને ઉપદેશ આપ્યા કરતો કે 'ધર્મ આચરો-અધર્મ ન કરો' પક્ષીઓ તેના પર વિશ્વસ મૂકી,

એને ખાવાનું લાવી આપતાં ને પોતાના ઈંડાની સુરક્ષા માટે તે ઈંડાં તેની પાસે મૂકીને ચણ માટે જતાં હતાં.

ઇંડાંની રક્ષા કરવાને બદલે તે પાપી હંસ તે ઈંડાં ખાઈ જતો હતો.પક્ષીઓને આ વાતની ખબર પડી ત્યારે તેમણે 

ભેગા મળીને તે દુષ્ટ પાપાચારી હંસને મારી નાખ્યો.હે મિથ્યા આચરણવાળા ભીષ્મ,તા હંસની જેમ જ.

તને આ પૃથ્વીપતિઓ પણ તને મારી નાખશે,કેમ કે તું પણ બોલવા પ્રમાણે વર્તતો નથી.(42)

અધ્યાય-41-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE