અધ્યાય-૪૦-યુધિષ્ઠિરને ભીષ્મનું આશ્વાસન
II वैशंपायन उवाच II ततः सागरसंकाशं दष्टा नृपतिमण्डलम् I संवर्तवातामिहितं भीमं क्षुब्धभिवार्णंवम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પ્રલયકાળના પવનના આઘાતથી જેમ સાગર ભયંકર રીતે ખળભળી ઉઠે,તેમ,સાગર જેવો સર્વ રાજાઓનો સમાજ રોષથી ઉછળી ઉઠ્યો.આ જોઈને યુધિષ્ઠિરે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા ભીષ્મને
કહ્યું કે-હે પિતામહ,રાજાઓનો આ મહાસાગર રોષથી ઉકળી ઉઠ્યો છે,તો આ સંબંધમાં જે કરવા યોગ્ય હોય તે મને કહો.યજ્ઞમાં વિઘ્ન આવે નહિ ને પ્રજાનું સર્વ રીતે મંગલ થાય -તે મને યોગ્ય રીતે કહો.(4)
ભીષ્મ બોલ્યા-હે કુરુસિંહ,તું ભય પામીશ નહિ,શું કૂતરો સિંહને મારી શકે છે? મેં અગાઉથી જ સુનીતિવાળો ને કલ્યાણકારી માર્ગ પસંદ કર્યો છે.જેમ,સિંહ સૂતો હોય ત્યારે કૂતરાં ટોળે વળીને એકસામટા ભસે છે,છે તેવું જ આ સર્વ રાજાઓ વિશે છે તેમ તું સમજ.વૃષ્ણીઓમાં સિંહ જેવા શ્રીકૃષ્ણ,જ્યાં સુધી શાંત સૂતા છે,ત્યાં સુધી જ આ સામે ઉભેલા રાજાઓરૂપી કૂતરાઓ ભસે છે,આ ભાન વિનાનો શિશુપાલ,પોતાની સાથે સર્વ રાજાઓને યમલોક પહોંચાડવા જ ઈચ્છી રહ્યો છે.શ્રીકૃષ્ણ આ શિશુપાલનું તેજ હરી લેવાના જ છે.
આ શિશુપાલ અને સર્વ રાજાઓની બુદ્ધિ નાશ પામી છે,શ્રીકૃષ્ણ જેને જેને લઇ લેવા ઈચ્છે છે,
તેની તેની બુદ્ધિ આ પ્રમાણે જ વિનાશ પામે છે.આ લોકમાં ચાર પ્રકારનાં જે પ્રાણીઓ છે,
તે સર્વના જન્મ-મરણના કારણરૂપ શ્રીકૃષ્ણ જ છે (14)
વૈશંપાયન બોલ્યા-ભીષ્મનાં આ વચનો સાંભળીને શિશુપાલે સામે તેમને કઠોર વચનો કહેવા લાગ્યો
અધ્યાય-40-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE