Jul 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-232

અધ્યાય-૧૮-જરા રાક્ષસીનું આત્મકથન 

II राक्षस्युवाच II जरानास्मि भद्रं ते राक्षसी कामरूपिणी I तव वेश्मनि राजद्र पूजिता न्यवसं सुखम् II १ II

રાક્ષસી બોલી-હે રાજેન્દ્ર,તમારું મંગલ થાઓ,ઇચ્છારૂપ ધારણ કરનારી હું જરા નામે રાક્ષસી છું ને તમારા ભવનમાં સુખપૂર્વક અને પૂજાસહિત રહું છું.હું મનુષ્યોને ઘેરઘેર ગૃહદેવીને નામે રાહુ છું,પૂર્વે મને બ્રહ્માએ ઉત્પન્ન કરી છે.

મને દિવ્યરૂપવતીને દાનવોના વિનાશ માટે સ્થાપવામાં આવી છે.પુત્રવતી ને યૌવનભરી એવી મારી પ્રતિમાને જે ભક્તિપૂર્વક દીવાલ પર આલેખે છે તેના ઘરમાં મંગલવૃદ્ધિ થાય છે.અને તેમ કરે નહિ તો તેનો વિનાશ થાય છે.

હે વિભુ,તમારા ઘરમાં હું સદા પૂજા પામીને રહું છું,આથી રાત્રિ દિવસ હું તમને વળતો ઉપકાર કરવાનું વિચારી રહી હતી.એવામાં મેં તમારા પુત્રના (શરીરના) આ બે ખંડો (ભાગો) જોયા મેં એ બે ટુકડાઓને ભેગા કર્યા,એટલે દૈવયોગે આ કુમાર થયો છે.આ તમારા ભાગ્યથી જ થયું છે,હું તો માત્ર નિમિત્તમાત્ર છું.આમ તો હું મેરુને ગળી જવાને સમર્થ છું,એટલે તમારા આ બાળકને હું ગળી જય શકત,પણ તમારા ઘરમાં મારી પૂજા થાય છે,

એટલે મેં પ્રસન્ન થઈને આ બાળકને પાછો આપ્યો છે,(8)


શ્રીકૃષ્ણ બોલ્યા-આમ કહીને તે રાક્ષસી અંતર્ધાન થઇ અને સર્વે તે બાળકને લઈને મહેલમાં ગયા.

પછી,રાજાએ બાળકના જાતકર્મ સંસ્કાર કરાવ્યા અને સમસ્ત મગધ દેશમાં એ રાક્ષસીનો મહોત્સવ પાળવાની  આજ્ઞા કરી.બ્રહદ્રથે તે બાળકનું નામ પાડતાં કહ્યું કે-'જરા રાક્ષસીએ આને જોડ્યો છે તેથી તે જરાસંઘ કહેવાશે'

મગધાપતિનો એ પુત્ર,મહાતેજસ્વી,પ્રમાણસર આકારનો,બલસમ્પન્ન,અગ્નિની જેવી કાંતિવાળો અને 

શુક્લપક્ષના ચંદ્રની જેમ તે વૃદ્ધિ પામતો હતો ને માતપિતાને આનંદ આપતો હતો (12)

અધ્યાય-18-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE