અધ્યાય-૧૫-યુધિષ્ઠિરનાં વચન
II युधिष्ठिर उवाच II उक्तं त्वया बुध्धिमता यन्नान्योवक्तुमर्हति I संशयानां हि निर्मोक्ता त्वन्नानयो विद्यते भ्रुवि II १ II
યુધિષ્ઠિર બોલ્યા-તમે બુધ્ધિમાને જે કહ્યું તે બીજો કોઈ કહી શકશે નહિ,પૃથ્વી પર સંશયનું નિવારણ કરનાર
તમારા જેવો બીજો કોઈ નથી.હે મહાભાગ,અમે પણ જરાસંઘના ભયથી ને તેની દુષ્ટતાથી શંકાશીલ છીએ,
હે સમર્થ,હું તો તમારા ભુજબળના આશ્રયે છું,અને તમે જ જરાસંઘથી શંકાવાળા હો,તો પછી હું પોતાને બળવાન કેમ માનું? એ જરાસંઘ,તમારાથી,બલરામથી,ભીમસેનથી અને અર્જુનથી મરાય તેમ નથી,એમ મેં જ્યારથી સાંભળ્યું છે,ત્યારથી હું ફરીફરી વિચાર કરું છું.અમારા તમે જ સર્વ કાર્યોમાં તમે જ પ્રમાણરૂપ છો.(10)
ભીમ બોલ્યો-જે રાજા માત્ર કાર્યના ભયને લીધે જ કાર્યનો આરંભ કરતો નથી અને જો દુર્બળ ઉપાયે બળવાન પર ચડાઈ કરે તો તે રાફડાની જેમ નાશ પામે છે,પણ,આળસરહિત રહી દુર્બળ મનુષ્ય પણ બળવાન શત્રુને જીતી શકે છે.ને નિત્ય તથા હિતકારી અર્થો પામી શકે છે.કૃષ્ણમાં નીતિ છે,મારામાં બળ છે અને ધનંજયમાં જય છે,
તો જેમ,ત્રણ અગ્નિ યજ્ઞને પૂરો કરે છે તેમ અમે ત્રણે એ જરાસંઘને પૂરો કરીશું.(14)
કૃષ્ણ બોલ્યા-નાદાન માણસ,કાર્યનો આરંભ કરે છે પણ પરિણામ સમજતો નથી,અમે સાંભળ્યું છે કે-સત્યયુગમાં અધીન મંત્રીઓ સાથે મંત્રણા કરીને,માંધાતાએ જયથી,ભગીરથે પ્રજાપાલનથી,કાર્તવીર્યે પોતાના તપની શક્તિથી,
ભારતે બળથી,અને મરુતે સમૃદ્ધિથી -એમ એ પાંચે રાજાઓ એક એક ગુણથી સમ્રાટ થયા હતા. પણ,
હે યુધિષ્ઠિર,તમે તો આ પાંચે ગુણોથી સામ્રાજ્ય ઈચ્છો છો.પણ,માત્ર જરાસંઘ જ તમારા માટે બાધારૂપ છે.
તમે એ પણ જાણી લો કે-સેંકડો રાજવંશીઓમાંથી એક પણ એ જરાસંઘને રોકી શકતો નથી.રત્નો ધારણ કરનાર રાજાઓ તેને ઉપસી રહ્યા છે,પણ નાદાનીને લીધે તે સંતોષ ધારણ કરતો નથી.ને અન્યાય કર્યા કરે છે.
એ જરાસંઘ,મુગુટધારી રાજાઓને બળપૂર્વક નમાવે છે ને રાજભાગ લે છે,તેને સો જેટલા રાજાઓને વશમાં આણ્યા છે,નિર્બળ રાજા તો તેની સામે જઈ શકે તેમ જ નથી.કેદ કરેલા રાજાઓને પશુની જેમ મારીને,ભગવાન પશુપતિનાથના મંદિરમાં બલિ તરીકે અર્પણ કરવાનો છે,માટે હવે 'ક્ષત્રિય શસ્ત્રથી મરણ પામે તો જ તે સત્કારને પાત્ર બને છે' એ ધર્મને સમજીને આપણે તે જરાસંઘને યુદ્ધમાં આંતરીએ.
હે રાજન,જરાસંઘે એ હોમ માટે છયાસી સજાઓને કેદ કર્યા છે ને હવે ચૌદ રાજાઓ ખૂટે છે.પરંતુ,જે વીર પુરુષ તેના આ કાર્યમાં વિઘ્ન નાખશે તે જ ઉજ્જવળ કીર્તિ સંપાદન કરશે ને નિઃસંશય સમ્રાટ બનશે (27)
અધ્યાય-15-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE