Jun 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-225

અધ્યાય-૧૧-બ્રહ્માજીની સભાનું વર્ણન 

II नारद उवाच II पितामहसभां तात कथ्यमानिबोदः मे I शक्यते या न निर्देष्टुमेवरुपेति भारत II १ II

નારદ બોલ્યા-હે તાત,હું પિતામહ બ્રહ્માની સભા,'અમુક રૂપની છે' એવો નિર્દેશ થઇ શકે તેમ નથી.

પૂર્વે સત્યયુગમાં,આદિત્ય ભગવાન,સ્વર્ગમાંથી મનુષ્યલોકને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.

તેઓ માનવરૂપે વિચરતા હતા,ત્યારે તેમણે મને,તે દિવ્ય,મનમાં જેના સ્વરૂપનો વિચાર ન આવે એવી,

પ્રભાવમાં અવર્ણનીય અને પ્રાણીના મનનું રંજન કરે તેવી તે અપ્રમેય સભા વિશે મને તત્ત્વપૂર્વક કહ્યું હતું.(4)

હે પાંડવોત્તમ,તે સાબુના ગુનો સાંભળીને મને તે જોવાની ઈચ્છા થઇ,એટલે મેં આદિત્ય ભગવાનને કહ્યું કે-

'હું પિતામહની તે સભા જોવા ઈચ્છું છું,જે તપથી,જે કર્મથી અને જે યોગય ઔષધિથી એ ઉત્તમ અને પાપનાશિની સભાને હું જોઈ શકું એમ હોય,તે મને કહો' ત્યારે એ સહસ્ત્રકિરણધારી દિવાકરે,મને કહ્યું કે-'તું અંતરાત્માને વશ રાખીને પરબ્રહ્મની ઉપાસના કર' ત્યાર બાદ મેં હિમાચલ પર્વત પર તે મહાવ્રત આરંભ્યું.ને 

પછી,તે તપને અંતે,તે સૂર્યભગવાન મને બ્રહ્માજીની સભામાં લઇ ગયા.(10)


હે નરપતિ,તે સભા અમુક રૂપની છે,એમ કહી શકાય તેમ નથી.કેમ કે તે ક્ષણે ક્ષણે અવર્ણ્ય રૂપો ધારણ કરે છે.

તેનું પરિમાણ ને સ્થિતિ કળી શકાતાં નથી,પણ તેના જેવું રૂપ મેં પૂર્વે કદી જોયું નથી.

તે સદા,સુખભરી છે,ઠંડી કે ગરમ નથી,ત્યાં જઈને કોઈને ભૂખ,તરસ કે ગ્લાનિ લાગતાં નથી.તે અતિ પ્રકાશિત 

અને મણિઓથી નિર્માણ થયેલી છે,તે થાંભલાઓથી ઉભી રખાઈ નથી છતાં તે નિત્ય ને નાશરહિત છે(14)

અમાપ પ્રભાવવાળા વિવિધ પ્રકારના દિવ્ય ને તેજસ્વી પદાર્થોથી તે ભરેલી છે,ને પોતાના પ્રકાશથી 

પ્રકાશતી તે સભા ચંદ્ર,સૂર્ય ને અગ્નિને પણ પ્રકાશમાં પાછા પાડે છે.


હે રાજન,સર્વ લોકના પિતામહ બ્રહ્મા,પોતે નિરંતર દેવમાયાથી દેવલોકનું ને મનુષ્યલોકનું સર્જન કરતા રહી,

એ સભામાં એકલા જ વિરાજમાન રહે છે.દક્ષ,પ્રચેતા,પુલહ,મરીચિ,કશ્યપ,ભૃગુ,સ્ત્રી,વસિષ્ઠ,ગૌતમ,અંગિરા,

પુલસ્ત્ય,ક્રતુ,પ્રહલાદ અને કર્દમ-એ પ્રજાપતિઓ તે બ્રહ્માની ઉપાસના કરે છે,વળી,અથર્વ,આંગિરસ,

વાલખિલ્યો,મન,અંતરિક્ષ,વિદ્યાઓ,વાયુ,તેજ,જળ,પૃથ્વી,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ,ગંધ,પ્રકૃતિ,વિકાર અને 

બીજાં પૃથ્વીનાં કારણો,અગસ્ત્ય,માર્કંડેય,જમદગ્નિ,ભરદ્વાજ,સંવર્ત,ચ્યવન,મહાભાગ,દુર્વાસા,ઋષ્યશૃંગ,

યોગાચાર્ય,સનતકુમાર,અસિત,દેવલ,જૈગીયવ્ય,ઋષભ,જિતશત્રુ,માણિ,આયુર્વેદ,નક્ષત્રો,ચંદ્ર,સૂર્ય,વાયુઓ,

યજ્ઞો,સંકલ્પ અને પ્રાણ એ સૌ અને બીજા અનેક મૂર્તિમંત મહાવ્રતી તેજસ્વી મહાત્માઓ,

બ્રહ્માજીની સેવામાં રહે છે.એ સભામાં ધામ,અર્થ,કામ,મોક્ષ,હર્ષ,દ્વેષ,તપ,ઇન્દ્રિયદમન,

તેમજ ગંધર્વોના સાત અને અપ્સરાઓના વીસ,એમ સતાવીશ ગણો આવે છે.(28)


ત્યાં બીજા સૌ લોકપાલો,શુક્ર,બ્રહસ્પતિ,બુધ,મંગળ,શનિ,રાહુ,આદિ સર્વ ગ્રહો,આદિત્યો,મરુતો,વિશ્વકર્મા,વસુઓ,

પિતૃગણો,સર્વ હવીસો,ઋગ્વેદ,સામવેદ,યજુર્વેદ,અથર્વવેદ,સર્વ શાસ્ત્રો,ઇતિહાસો,ઉપવેદો,સર્વ વેદાંગો,ગ્રહો,યજ્ઞો,

સોમ,સર્વ દેવતાઓ,સાવિત્રી,દુર્ગતરિણી,સાત પ્રકારની વાણી,મેધા,ધૃતિ,શ્રુતિ,પ્રજ્ઞા,બુદ્ધિ,યશ,ક્ષમા,

વિવિધ ગાથાઓ,વિવિધ ભાષ્યો,વિવિધ નાટકો,કાવ્યો,કથાઓ,આખ્યાયિકાઓ,કારિકાઓ અને 

બીજા પુણ્યવાન ગુરુપૂજકો તે સભામાં બ્રહ્માની ઉપાસના કરે છે.


હે ભારત,ત્યાં ક્ષણો,લવો,મુહૂર્તો,દિવસો,રાત્રિઓ,કૃષ્ણપક્ષ,શુક્લપક્ષ,માસો,ઋતુઓ,સંવત્સરો,યુગો,દિવસ,રાત 

ને કાળચક્ર રહે છે,દિવ્ય,નિત્ય,અક્ષય અને અવિનાશી ધર્મચક્ર પણ ત્યાં જ વિરાજે છે.(38)

વળી,અદિતિ,દિતિ,દનુ,સુરસા,વિનતા,ઇરા,કાલિકા,સુરભી,દેવી,સરમા,ગૌતમી,પ્રભા ને કદ્રુ-એ દેવીઓ,

દેવમાતાઓ,રુદ્રાણી,શ્રી,લક્ષ્મી,ભદ્રા,પસ્થી,પૃથ્વી,ગંગા,હ્રીં,સ્વાહા,કીર્તિ,સુરાદેવી,સાચી,પુષ્ટિ,અરૂંધતી,સંવૃત્તિ,

આશા,નિયતિ સૃષ્ટિ અને રતિ,તથા બીજી દેવીઓ બ્રહ્માની સેવા કરે છે  (42)


વૈરાજ,અગ્નિધ્વત્ય,ગાર્હપત્ય,સોમષ,એકશૃંગ,ચતુર્વેદ,અને કલાદિકો એ લોકપ્રસિદ્ધ પિતૃઓ,આકાશમાં 

વિચરનારા છે, એ પિતૃઓ ચારે વર્ણમાં પૂજાય છે,તેઓ પ્રથમ તૃપ્ત થયા પછી તેઓ ચંદ્રને તૃપ્ત કરે છે,

આ સર્વ પિતૃઓ,તે બ્રહ્માની પાસે રહે છે અને પ્રસન્ન મનથી તેમની ઉપાસના કરે છે.વળી,રાક્ષસો,પિશાચો,

દાનવો,ગુહ્યકો,નાગો,સુપર્ણો,પશુઓ,સ્થાવરો,જંગમો,ને બીજાં મહાભુતો બ્રહ્માને ઉપાસે છે.

પુરંદર,વરુણ,કુબેર,યમ અને ઉમા સાથે મહાદેવ-એ સૌ ત્યાં સદૈવ આવે છે,કાર્તિક સ્વામી પિતામહની સદા ઉપાસના કરે છે.તે સભામાં નારાયણદેવ,દેવર્ષિઓ,અને ત્રણે લોકમાં જે કંઈ દેખાય છે તે સર્વ ત્યાં હતું.


અપાર તેજસ્વી અને વિશ્વના આત્મારૂપ એ સ્વયંભૂ ભગવાન સર્વને સત્કાર આપીને,સાંત્વન,સન્માન અને ભોગસામગ્રીઓ આપે છે.સર્વ તેજ વડે ભરેલી,બ્રહ્મર્ષિઓના સમૂહોથી સેવાયેલી ને શ્રમરહિત એવી એ દિવ્ય સભા,

બ્રાહ્મલક્ષ્મીથી ઝળહળ થતી શોભી રહી છે.મનુષ્યલોકમાં જેમ તમારી આ સભા દુર્લભ છે,તેમ તે સભા સર્વ લોકમાં દુર્લભ છે.તમારી આ સભા મનુષ્યલોકમાં સર્વથી શ્રેષ્ઠ છે.(62)

અધ્યાય-11-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE