Jun 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-223

અધ્યાય-૯-વરુણની સભાનું વર્ણન 

II नारद उवाच II युधिष्ठिर सभा दिव्या वरुणस्यमित्रप्रभा I प्रमाणेन यथा याभ्या शुभप्राकारतोरणा II १ II

 નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,વરુણની સભા દિવ્ય,અમાપ તેજસ્વી,યમરાજની સભાના જેવી પ્રમાણવાળી,અને 

સુંદર કોટો અને દ્વારોવાળી છે.વિશ્વકર્માએ તેને જળની ભીતર ઘડી છે,દિવ્ય,રત્નમય,ફળો તથા પુષ્પો આપનારા વૃક્ષોથી,તેમ જ અનેક રંગની મંજરીઓની જાળો ને ગુચ્છાઓથી તે શોભી રહી છે.તેમાં અવર્ણ્ય દેહવાળાં 

અને મધુર ટહુકાઓ કરનારાં સેંકડો પક્ષીઓ છે.વરુણે રક્ષેલી તે સભા સુખદ સ્પર્શવાળી છે.

તેમાં ભવનો અને આસનો છે અને તે શ્વેત તથા રમણીય છે.(5)

તેમાં દિવ્ય રત્નો,અંબરો અને અલંકારો ધારણ કરીને વરુણદેવ પોતાની પત્ની વારુણી સાથે વિરાજે છે.

દિવ્ય સુગંધીવાળા આદિત્યો,ત્યાં વરુણદેવની ઉપાસના કરે છે.વાસુકિ,તક્ષક,ઐરાવત,કૃષ્ણ,લોહિત,પદ્મ,ચિત્ર,

કંબલનાગ,અશ્વતરનાગ,ધૃતરાષ્ટ્ર,બલાહક,મણિમાન,કુંડક,કર્કોટક,ધનંજય,પાણિમાન,કુંડધાર,પ્રહલાદ,જન્મેજય,

અને મોટી કાયવાળા તથા મોટી ફણાવાળા સૌ નાગો એ સભામાં વગર થાકયે વરુણને ઉપાસે છે.(12)


વળી,બલિરાજા,નરકાસુર,સંહ્રાદ,વિપ્રચિત્તિ,કાલખંજ દાનવો,સુહનુ,દુર્મુખ,શંખ,સુમના,સુમતિ,ઘટોદર,મહાપાર્શ્વ,

કથન,નિઠર,વિશ્વરૂપ,સ્વરૂપ,વિરૂપ,મહાશિરા,દશગ્રીવ,વાલી,મેઘવાસા,દશાવર,ટિદીભ,વિટભૂત,ઈન્દરતાપન,

અને બીજા દૈત્યો તથા દાનવોના સમૂહો,શૂરવીર અને મૃત્યુરહિત થયેલા સુવ્રતીઓ,

સુંદર કુંડળો,ફુલમાળાઓ,મુગટો અને દિવ્ય વસ્ત્રો પહેરીને ત્યાં વરુણદેવની નિત્ય ઉપાસના કરે છે.(18)


હે રાજન,ચાર સમુદ્રો,ભાગીરથી નદી,કાલિન્દી,વિદિશા,વેણા,વેગવતી,નર્મદા,વિપાશા,શતદ્રુ,ચંદ્રભાગા,સરસ્વતી,

ઈરાવતી,વિતસ્તા,સિંધુ,દેવનદી,ગોદાવરી,કૃષ્ણવેણા,કાવેરી,કિંપુના,વિશલ્યા,વૈતરણી,તૃતીયા,જયેષ્ઠીલા,શોણ,

ચર્મણ્વન્તિ,પર્ણાશા,સરયૂ,વારવત્યા,લાંગલી,કરતોયા,આત્રેયી,લૌહિત્ય,લંઘતી,ગોમતી,સંધ્યા,ત્રિસોતસી 

અને બીજી તીર્થરૂપ સરિતાઓ,સરોવરો,કુવાઓ,ઝરણાંઓ,ક્યારાઓ,તળાવો-ત્યાં વરુણની ઉપાસના કરે છે.

વળી,દિશાઓ,પૃથ્વી,સ્થળચરો,જળચરો,પણ દેહધારી થઈને તે વરુણને ઉપસી રહ્યા છે. 


ગાયન અને વાદન કરતા સર્વ ગંધર્વ અને અપ્સરાઓના સમૂહો,એ સભામાં વરુણની સ્તુતિ કરતા રહે છે.

રત્નવાળા પર્વતો,છ રસો પણ ત્યાં રહીને સુમધુર કથાઓ કરતા રહે છે.વરુણનો મંત્રી સુનાભ,પોતાના 

પુત્ર-પૌત્રો સાથે તેમ જ પોતાના મિત્ર ગોનામા અને પુષ્કરની સાથે વરુણની સેવામાં રત રહે છે.

આમ,તે સૌ શરીરધારી થઈને તે જલેશ્વર વરુણદેવને ઉપાસી રહ્યાં છે.હે રાજન,વરુણદેવની 

આ સભા મેં પૂર્વે મારા વિચરણમાં જોઈ હતી,હવે તમે કુબેરની સભા વિશે સાંભળો.(31)

અધ્યાય-9-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE