વિદ્યાવાન,વિનયવાન,અને જ્ઞાનકુશળ માણસોને તમે ગુણ પ્રમાણે યોગ્ય દાન સત્કાર કરો છો ને?
હે ભરતોત્તમ,તમારા માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલા માણસોની સ્ત્રીઓનું તમે ભરણપોષણ કરો છો ને? ભયવાળા,શક્તિહીન થયેલ,શરણે આવેલ અને યુદ્ધમાં હારેલા શત્રુને તમે પુત્રની જેમ પાળો છો ને?
શત્રુને સ્ત્રી,જુગાર આદિ દશ વ્યસનોમાં પડેલો જોઈને,તમારા મંત્ર,ભંડાર ને ઉત્સાહ- એ ત્રણ બળ પર વિચાર કરીને,જો તે દુર્બળ હોય તો તેના પર. તમે વેગપૂર્વક આક્રમણ કરો છો ને? હે પરંતપ,શત્રુ રાજ્યના મોટામોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો ને? (62)
પ્રથમ પોતાને જીતીને,જિતેન્દ્રિય રહીને,તમે ગાફેલ અને અજિતેન્દ્રિય એવા શત્રુઓને જીતવા ઈચ્છો છો ને?
શત્રુ પર ચડાઈ કરો તે પહેલાં,તમે સામ,દામ,દંડ અને ભેદ-એ ઉપાયોને વિષયપૂર્વક યોજો છો ને?
તમે તમારા મૂળરૂપ રાજ્યને દૃઢ કર્યા પછી જ શત્રુઓ પર આક્રમણ કરવાનું પરાક્રમ કરો છો ને?
ને તેમને જીતીને તેમનું રક્ષણ કરો છો ને? રથ,હાથી-આદિ આઠ અંગવાળી અને મંત્રી,મિત્ર-આદિ ચાર જાતના બળવાળી,તેમ જ પ્રમુખ યોદ્ધાઓને સારી રીતે કેળવેલી તમારી સેના,શત્રુઓને વીંધે તેવી છે ને? (66)
તમે,તમારાં અને પારકાં રાજ્યોમાં અનેક અધિકારી મુક્યા છે ને? તેઓ તેમનાં કામ બરોબર કરે છે ને?
હે મહારાજ,તમારા વિશ્વાસુ માણસો તમારા માટે ભોજનની ઉત્તમ સામગ્રીઓ,વસ્ત્રો ને સુગંધી દ્રવ્યો તૈયાર રાખીને મૂકે છે ને? વળી,તમારું કલ્યાણ ઇચ્છનારા સેવકો,તમારા ભંડાર,કોઠાર,વાહન,દરવાજા,આયુધો ને આવક પર બરાબર ચોકી રાખે છે ને? હે પૃથ્વીપતિ,રસોઈયા-આદિ ભીતરના સેવકો ને સેનાપતિ-આદિ બહારના સેવકોથી,
પ્રથમ પોતાની રક્ષા કરો છો? ને પછી,આત્મીયજનો દ્વારા અને પરસ્પર,એકબીજાથી,એ બધાની રક્ષા કરો છો ને?
ધર્માચરણના સમય વખતે તમારા સેવકો,મદ્ય,જુગાર,ક્રીડા અને સ્ત્રીપ્રસંગ-આદિ દુર્વ્યસનોમાં
તમારો સમય અને ધનનો નાશ કરવાનો પ્રસ્તાવ તો કરતા નથી ને? (70)
તમારી આવકના અર્ધા,ત્રીજા કે ચોથા ભાગથી તમારા ખર્ચને પહોંચી વળાય છે ને? સગાસંબંધીઓ,ગુરુઓ,
વૃદ્ધો,વણિકો,શિલ્પીઓ,આશ્રિતો અને ભૂંડી દશામાં આવી પડેલા પર ધનધાન્યથી અનુગ્રહ કરો છો ને?
આવક-જાવકના હિસાબનું કામ કરનારા,દિવસને પહેલે પહોરે તમને તે હિસાબ આપે છે કે? તમારા કાર્યો કરવામાં ઉત્તમ,તમારા હિતૈષિ અને પ્રિય એવા કર્મચારીઓને વિના દોષે દૂર તો કરવામાં આવતા નથી ને?
લોભિયા,ચોરો,વેરીઓ અથવા વ્યવહારમાં કાચા માણસોને તમે તમારા કામમાં લેતા નથી ને? (78)
ચોરોથી,લોભિયાઓથી,કુમારોથી તથા રાણીઓના પ્રાબલ્યથી તમારા રાષ્ટ્રને પીડા થતી નથી ને?
તમારા ખેડૂતો સંતુષ્ટ છે ને? તમારા રાષ્ટ્રમાં અનેક જળભર્યા તળાવો ખોદાવ્યાં છે ને? તમારી ખેતી માત્ર વરસાદ પર આધાર રાખનારી નથી ને? ખેડૂતોને અનાજ ને બીજની તંગી તો નથી ને?તેમને સેંકડે એક ટકો વ્યાજ લઈને નાણુ ધીરવાની તમે કૃપા કરો છો ને? તમારી પ્રજા,ખેતી,પશુપાલન,વાણિજ્ય અને વ્યાજવટાવની પ્રવૃત્તિ
ધર્માનુસાર કરીને,તે ધંધાઓનો આશ્રય કરવાથી સુખી છે ને? ગામડાંની વસ્તીમાં તમે,ગ્રામપાલન,દુર્ગપાલન,
વણિકપાલન,કૃષિપાલન,અને દુષ્ટશાસન-એ પાંચ કાર્યો ઉપર શૂરવીર અને બુદ્ધિમાન માણસો મુક્યા છે ને?
તમારા દેશમાં ચોરી,મારફાડ કરનારાઓને તમારી સેના પકડીને તેને કારમી સજા કરે છે ને? (85)
તમે સ્ત્રીઓની સારી રીતે રક્ષા કરી,તેમને સાંત્વન આપો છો ને? સ્ત્રીઓ પર અતિવિશ્વાસ મૂકી,તેમને છૂપી વાત તો કહેતા નથી ને? રાજ્ય પર આવતી વિપત્તિની વાત સાંભળીને,તે માટે વિચાર કરવાના બદલે સુખભોગમાં લપેટાઈને અંતઃપુરમાં જઈ સુઈ જતા નથી ને? હે પૃથ્વીનાથ,રાતના બીજા કે ત્રીજા પ્રહરમાં સુઈ જઈને,
ચોથે પ્રહરે ઉઠીને તમે ધર્મ-અર્થનું ચિંતન કરો છો ને? ને પ્રજાજનો માટે નિરંતર વિચારણા કરો છો ને?
લાલા વસ્ત્રો ને હાથમાં તલવાર ધારણ કરી રહેલા માણસો,ચોતરફથી તમારી રક્ષા માટે રહે છે ને? (90)
શિક્ષાપાત્રો,પુજ્યો,પ્રિયો અને અપ્રિયો સંબંધમાં તમે તપાસ કરીને,યમરાજની જેમ,ન્યાયી રીતે વર્તો છો ને?તમે નિયમ અને ઔષધથી શરીરિક પીડાઓને અને વર્દ્ધઓ-આદિની સેવાથી તેમની માનસિક પીડાઓ દૂર કરો છો?
કુશળ વૈદ્યો,નિત્ય તમારી સેવામાં રહે છે ને? તમે,લોભ,મોહ અને માનમાં પડીને,તમારી પાસે આવેલા.
વાદી-પ્રતિવાદીને ક્યારેક ન જોતા હો તેવું તો થતું નથી ને? કે આશ્રિત માણસોની આજીવિકા તો અટકાવતા
નથી ને? તમારા દેશવાસીઓ શત્રુઓને વેચાઈને,તમારો વિરોધ તો કરતા નથી ને? બળપૂર્વક તમે કચરેલો શત્રુ,કદીક મંત્રણાથી અથવા મંત્રણા અને બળથી કદી બળવાન તો થઇ જતો નથી ને? (97)
સર્વ રાજાઓ તમારી ભક્તિવાળા છે ને?તમારા બોલાવ્યા આવીને તમારી પર પ્રાણ ઓવારી નાખે એમ છે ને?
તમે બ્રાહ્મણો ને સાધુઓને તેમના ગુણો કોઈને તેમને પરમકલ્યાણકારી પૂજા અર્પો છો ને દક્ષિણ આપો છો ને?
પૂર્વ પુરુષોએ આચરેલા,ત્રણ વેદરૂપી મૂલવાળા ધર્મવિષયમાં તમે પણ કર્મો કરવા પ્રયત્નશીલ છો ને?
તમારા અધ્યક્ષપણા હેઠળ,તમારે ઘેર ગુણવાન બ્રાહ્મણો સ્વાદિષ્ટ અને ગુણકારી ભોજન જમે છે ને?
તેમને દક્ષિણ મળે છે ને?તમે પોતે એકચિત્ત થઈને વાજપેય અને પુંડરિક આદિ યજ્ઞો કરો છો ને? (102)