ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?
ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)
તમે એકલા તો મંત્રણા કરતા નથી ને? તે જ રીતે તમે બહુ બધા મનુષ્યો સાથે મંત્રણા કરતા નથી ને?
તમે નિર્ધારિત કરેલી વાત રાષ્ટ્રમાં પ્રસરી જતી નથી ને? થોડી મહેનતે ફળનારાં,ને મોટી પ્રાપ્તિ કરાવનારાં કાર્યોનો તમે ઝટ પ્રારંભ કરો છો ને? તેવાં (ખેતી આદિ વૈશ્યોનાં)કામોમાં તમે વિઘ્નો તો નથી નાખતા ને?
એ સઘળાં કર્મ કરનારાઓ તમારી આંખથી અલગ નથી ને? તેઓ શંકાથી પર છે ને? અથવા તો તે સૌને વારંવાર કાઢી મૂકીને પાછા સંઘર્યા તો નથી ને? કેમ કે પ્રગતિ થવામાં સ્નેહ જ કારણરૂપ મનાય છે (33)
હે રાજન,આ કામો તમે પોતાના,નિર્લોભી અને કુળપરંપરામાં આવેલા માણસો પાસે કરાવો છો ને?
તમે કરેલાં ને કરી રહેલ કામોને તેઓ જાણે છે ને? અને હજુ નથી કર્યા તેવાં કામો,તેઓ જાણતા નથી ને?
ધર્મમાં ને સર્વ શાસ્ત્રોમાં પંડિત એવા વિદ્યાગુરુઓ,તમારા કુમારોને બધી રીતે શિક્ષણ આપી ઉત્તમ યોદ્ધાઓ બનાવે છે ને? હજારો મૂર્ખાઓને બદલે તમે એક પંડિતને રાખો છો ને? કેમ કે તે જ કાર્યમાં કલ્યાણ સાધે છે.(36)
સર્વ કિલ્લાઓ ધન,ધન્ય,આયુધો,જળ,યંત્રો,શિલ્પીઓ અને ધનુર્ધારીઓથી ભરપૂર રાખ્યા છે ને? શૂરવીર,
જિતેન્દ્રિય ને વિચક્ષણ એવો મંત્રી એકલો હોય તો પણ રાજાને મહાન ઐશ્વર્ય મેળવી આપે છે.શત્રુઓનાં અઢાર અને તમારાં પોતાનાં પંદર-તીર્થો (અધિકારીઓ) સંબંધમાં તમે ત્રણત્રણ છૂપા દૂતો દ્વારા માહિતી રાખો છો ને?
(નોંધ-અઢાર તીર્થો=મંત્રી,પુરોહિત,યુવરાજ,સેનાપતિ,દ્વારપાળ,અંતરવેશિક,કારાગારનો અધિકારી,ખજાનચી,કાર્યાકાર્યનો નિર્ણાયક,પ્રદેશ,નગરપાલ,કાર્યનિર્માતા,ધર્માધ્યક્ષ,સભાધ્યક્ષ,દંડપાલ,દુર્ગપાલ,સીમારક્ષક,ને વનાધ્યક્ષ.
આ અઢાર તીર્થોમાંથી પહેલાં ત્રણ (મંત્રી,પુરોહિત અને યુવરાજ) બાદ કરો એટલે તે પંદર તીર્થ કહેવાય છે)
હે શત્રુનાશન,શત્રુઓ જાણે નહિ એવી રીતે,સર્વદા સાવધાન રહીને તથા નિત્ય ઉદ્યમશીલ રહીને સર્વ શત્રુઓની તપાસ રાખતા રહો છો ને? તમે વિનયસંપન્ન,કુલીનવંશી,બહુશ્રુત,ઈર્ષારહિત પુરોહિત નો સત્કાર કર્યો છે ને?
તમે વિધિને જાણનારા,બુદ્ધિમાન,અને સરલચિત એવાને અગ્નિહોત્રના કાર્યમાં યોજ્યો છે? કે જે યથાકાળે,કરેલા અને કરવામાં આવતા હોમની સદૈવ ખબર આપે છે કે?તમારો જ્યોતિષનો નિર્ણય આપનારો,સર્વ અંગોમાં નિષ્ણાત છે ને?દૈવ જાણનારો તે ઉત્પાતો જાણવા-જણાવવામાં કુશળ છે ને? તમે ઉત્તમ સેવકોને ઉત્તમ,મધ્ય્મ સેવકોને મધ્યમ અને કનિષ્ઠ સેવકોને કનિષ્ઠ કામોમાં મુક્યા છે ને? બાપદાદાના વખતથી ચાલી આવતા,પવિત્ર અને નિષ્કપટ શ્રેષ્ઠ મંત્રીઓને તમે શ્રેષ્ઠ કાર્યોમાં યોજો છો ને? તેઓ,ઉગ્ર દંડથી પ્રજાને અતિ ઉદ્વેગ કરતા નથી ને?
ને રાજ્યનું યથાર્થ શાસન કરે છે ને? ને તેઓ તમારો અનાદર તો કરતા નથી ને? (47)
તમારો સેનાપતિ,સાહસિક,શૂરો,મતિમાન,ધીરજવાળો,પવિત્ર,કુળવાન,પ્રીતિવાન અને નિપુણ છે ને?
તમારી સેનાના સર્વ યુદ્ધોમાં કુશળ,ઉત્તમ અને પરકર્મી એવા મુખ્ય યોદ્ધાઓને તમે સન્માનો છો ને?
સેનાને આપવાના ભીજ્ન ખર્ચ ને પગાર તમે યોગ્ય સમયે ને ઉચિત રીતે આપો છો ને?
તમારા કુળના કુમારો અને મુખ્ય પુરુષો તમારામાં ભક્તિભાવવાળા છે ને? તેઓ તમારા માટે યુદ્ધમાં પ્રાણ ઓવારી નાખવાને સદા સજ્જ છે ને? અધિકારમાં છકી ગયેલ,કોઈ સ્વેચ્છાચારી માણસ યુદ્ધવિષયક અને
નાના મોટા કાર્યોમાં,પોતે એકલો ફાવે તેમ અમલ ચલાવતો નથી ને? કોઈ મનુષ્ય,પુરુષાર્થ કરીને
પોતાનું કામ શોભાવે તો એને અધિક માન,ને વધુ પગાર મળે છે ને? (54)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE